આજની પોઝિટિવ સ્ટોરી:એસ્ટ્રોલોજરની ભવિષ્યવાણી સાચી પડી તો એન્જિનિયરે એસ્ટ્રોલોજી એપ બનાવી, હવે દરરોજ 30 લાખનો બિઝનેસ, 1600 લોકોને જોબ આપી

2 મહિનો પહેલાલેખક: ઇન્દ્રભુષણ મિશ્ર
  • કૉપી લિંક

દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યની ચિંતા રહે છે. આવનારા દિવસો કેવા રહેશે? જોબ મળશે કે નહીં, કયા સેક્ટરમાં કરિયર બનશે? ભવિષ્ય કેવું રહેશે, જીવનમાં ચાલી રહેલી ભાગદોડ ક્યારે અટકશે? જીવનસાથી કેવો મળશે? આ થોડા સવાલ છે, જેને લઈને મોટા ભાગના લોકો પરેશાન રહે છે. આ જોઈને પંજાબના ભટિંડા જિલ્લામાં રહેતા પુનિત ગુપ્તાએ 3 વર્ષ પહેલાં એક ઓનલાઈન સ્ટાર્ટઅપની શરૂઆત કરી. તેઓ મોબાઈલ એપ દ્વારા લોકોને તેમના ફ્યુચર અંગે જણાવતા હતાં, તેમની સમસ્યાઓનું સમાધાન કરતા હતા.

એના માટે પુનિતે એક્સ​​પર્ટ એસ્ટ્રોલોજર્સને હાયર કરી રાખ્યા છે. 1600થી વધારે એસ્ટ્રોલોજર્સ તેમની સાથે જોડાયેલા છે. કોવિડ પછી તેમના સ્ટાર્ટઅપને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હાલ દરરોજ 30 લાખ રૂપિયાથી વધારે રેવન્યુ તેઓ જનરેટ કરી રહ્યા છે.

એક એસ્ટ્રોલોજરની ભવિષ્યવાણીથી જીવન બદલાઈ ગયું-
32 વર્ષના પુનિતે 2011માં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી લગભગ 4 વર્ષ સુધી નોકરી કરી. એ પછી વર્ષ 2015માં તેમણે પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. એમાં તેઓ મોબાઈલ એપ ડેવલપમેન્ટનું કામ કરતા હતા. વિવિધ કંપનીઓ અને લોકોની ડિમાન્ડ પ્રમાણે તેઓ એપ તૈયાર કરતા હતા. લગભગ 2 વર્ષ સુધી તેમણે આ કામ કર્યું. સારી કમાણી પણ થઈ અને કસ્ટમર્સનો રિસ્પોન્સ પણ સારો મળ્યો, પરંતુ આ દરમિયાન તેમની સાથે કંઇક એવું થયું, જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું.

પંજાબમાં રહેતા પુનિત ગુપ્તાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ સ્ટાર્ટઅપ પહેલાં તેઓ ચાર વર્ષ સુધી નોકરી અને એપ ડેવલપમેન્ટનો બિઝનેસ કરી ચૂક્યા છે.
પંજાબમાં રહેતા પુનિત ગુપ્તાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ સ્ટાર્ટઅપ પહેલાં તેઓ ચાર વર્ષ સુધી નોકરી અને એપ ડેવલપમેન્ટનો બિઝનેસ કરી ચૂક્યા છે.

પુનિત જણાવે છે કે 2015-16માં એક એસ્ટ્રોલોજર સાથે મારી વાતચીત થઈ. તેમણે જણાવ્યું કે હાલ તમારી આ કંપની જરૂર સારું કરી રહી છે, પરંતુ આવનારાં બે વર્ષમાં તેને બંધ કરવી પડશે. તમારો સાથી કામ છોડીને જતો રહેશે. ત્યારે પુનિતને તેમની વાત પર વિશ્વાસ થયો નહીં. તેઓ આ બધામાં વિશ્વાસ કરતા નહોતા, એટલે કોઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. જોકે બે વર્ષ પહેલાં એવું જ થયું જેવું તે એસ્ટ્રોલોજરે કહ્યું હતું. પુનિતના પાર્ટનરે કંપની છોડી દીધી, તેઓ એકલા પડી ગયા. થોડા દિવસો સુધી તેમણે કામ ચલાવ્યું, પરંતુ પછી ખૂબ જ મુશ્કેલીઓ આવવા લાગી, એમ્પ્લોયર્સને સેલરી આપવામાં મુશ્કેલીઓ આવવા લાગી. છેલ્લે તેમણે પોતાનું સ્ટાર્ટઅપ બંધ કરવું પડ્યું.

મારી જેમ દરેક વ્યક્તિ કોઈ ને કોઈ જગ્યાએ એસ્ટ્રોલોજરને શોધી રહ્યા છે
પુનિત કહે છે કે જ્યારે મારી કંપની બંધ થઈ ત્યારે મને એસ્ટ્રોલોજી પર વિશ્વાસ થયો. મેં એ સમયે એસ્ટ્રોલોજરને ફોન કર્યો, જેમની સાથે મેં બે વર્ષ પહેલાં વાતચીત કરી હતી. મેં તેમને કહ્યું, તમારી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. આ મુશ્કેલ સમયગાળામાંથી બહાર આવવા માટે ઉપાય પણ પૂછ્યો. ત્યારે મને અહેસાસ થયો કે મારી જેમ દુનિયામાં અનેક લોકો છે, જેઓ દરરોજ કોઈ ને કોઈ પરેશાનીમાંથી પસાર થાય છે અને તેઓ કોઈ ને કોઈ એસ્ટ્રોલોજર શોધી રહ્યા હોય છે.

પુનિતે વિચાર્યું કે એક એવી એપ તૈયાર કરવી જોઈએ, જ્યાં લોકો ખૂલીને અને સરળતાથી પોતાની લાઇફ અને ભવિષ્ય સાથે જોડાયેલા સવાલ પૂછી શકે, તેમને તેમની પરેશાનીઓમાંથી છુટકારો મળી શકે. તેઓ એક જ પ્લેટફોર્મ પર વિવિધ એક્સપર્ટ એસ્ટ્રોલોજર્સ સાથે વાતચીત કરી શકે.

2017માં ઓનલાઈન સ્ટાર્ટઅપ શરૂ કર્યું-

પુનિતની ટીમમાં 70થી વધારે લોકો કામ કરે છે. તેઓ વિવિધ બેકગ્રાઉન્ડના લોકો છે, જે એપના મેનેજમેન્ટથી લઈને માર્કટિંગ સુધી કામ કરે છે.
પુનિતની ટીમમાં 70થી વધારે લોકો કામ કરે છે. તેઓ વિવિધ બેકગ્રાઉન્ડના લોકો છે, જે એપના મેનેજમેન્ટથી લઈને માર્કટિંગ સુધી કામ કરે છે.

એ પછી મેં તે જ એસ્ટ્રોલોજર સાથે વાત કરી અને પૂછ્યું કે જો આપણે આ પ્રકારે એક પ્લેટફોર્મ તૈયાર કરીએ, તો શું તેઓ અમારી સાથે કામ કરશે? તેમણે પોતાની મંજૂરી આપી દીધી, તેઓ અમારી સાથે કામ કરવા માટે તૈયાર થઈ ગયા. એ પછી અમે થોડા અન્ય એક્સપર્ટ પણ અમારી સાથે જોડ્યા અને 2017માં Astrotalk નામથી નોઈડામાં પોતાના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. ત્યારે અમે લોકો ઓનલાઈન સ્લોટ બુકિંગ કરતા હતા. એ પછી યુઝર્સની એસ્ટ્રોલોજર સાથે વાતચીત કરાવતા હતા. દરેક યુઝરનું 30 મિનિટનું સેશન રહેતું હતું.

તેઓ જણાવે છે કે શરૂઆતથી જ અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો, પરંતુ સાથે જ લોકોને એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમને તરત કોઈ સમાધાન મળતું નહોતું. બુકિંગ માટે તેમણે રાહ જોવી પડતી હતી. દરેક વ્યક્તિનું 30 મિનિટનું સેશન હતું, એટલે અમે થોડા લોકોને જ બુકિંગ આપી શકતા હતાં. એ પછી અમે આ કોન્સેપ્ટને બદલી દીધો અને લાઈવ ચેટ અને ફોન કોલને આ એપમાં જોડી દીધા, એટલે કે એપ ઓપન કર્યા પછી કોઈ યુઝરે બુકિંગની જરૂરિયાત રહેશે નહીં કે રાહ પણ જોવી પડશે નહીં. તેઓ જ્યારે ઇચ્છે ત્યારે કોલ કે ચેટ દ્વારા પોતાને ગમતા એસ્ટ્રોલોજર સાથે સવાલ-જવાબ કરી શકે છે. આ સુવિધા પછી યુઝર્સની સંખ્યા બેથી ત્રણ ગણી વધી ગઈ.

કોરોના સમયગાળા દરમિયાન એસ્ટ્રોલોજીની ડિમાન્ડ વધી

પુનિતની ટીમમાં 1600થી વધારે એક્સપર્ટ એસ્ટ્રોલોજર્સ જોડાયેલાં છે. કોઈપણ યુઝર પોતાને ગમતા એસ્ટ્રોલોજર સિલેક્ટ કરી શકે છે.
પુનિતની ટીમમાં 1600થી વધારે એક્સપર્ટ એસ્ટ્રોલોજર્સ જોડાયેલાં છે. કોઈપણ યુઝર પોતાને ગમતા એસ્ટ્રોલોજર સિલેક્ટ કરી શકે છે.

પુનિત કહે છે, માર્ચ 2020 સુધી અમારો કારોબાર સારો જામી ગયો હતો. વિશાળ સંખ્યામાં યુઝર્સ અમારી એપ સાથે જોડાઈ રહ્યા હતા અને પોતાની સમસ્યાઓનું સમાધાન શોધી રહ્યા હતા, પરંતુ કોરોનાના કારણે જેવું લોકડાઉન આવ્યું, અમારો બિઝનેસ ડાઉન થઈ ગયો. લગભગ બે અઠવાડિયાં સુધી કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નહીં. એ પછી જેમ-જેમ સમય વીતતો ગયો અને લોકડાઉન વધવા લાગ્યું, લોકોની નોકરી જવા લાગી, લોકો બીમાર થવા લાગ્યા ત્યારે અચાનક લોકો અમારા એપ સાથે જોડાઈ ગયા. બે મહિનાની અંદર જ અમારો બિઝનેસ અનેકગણો વધી ગયો. લોકોની ડિમાન્ડ વધી ગઈ અને અમારે અમારી ટીમ પણ ઝડપથી વધારવી પડી

પુનિત જણાવે છે કે એ સમયગાળામાં યુવાઓના કોલ સૌથી વધારે આવી રહ્યા હતા. તેઓ પોતાની નોકરીની સિક્યોરિટીને લઈને ડરી રહ્યા હતાં, પરેશાન હતા. આ પ્રકારે અનેક લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતામાં હતા અને સમાધાન શોધી રહ્યા હતા. હાલ પણ કોલ કરનારા લોકોમાં મોટા ભાગના યુવાઓ જ છે, એમાં યુવતીઓની સંખ્યા પણ ઠીક છે.

હાલ પુનિત સાથે આખા દેશમાંથી 1600થી વધારે એક્સપર્ટ એસ્ટ્રોલોજર જોડાઈ ગયા છે. એમાં દરેક ભાષા જાણતા લોકો છે, સાથે જ તેમની ટીમમાં 70થી વધારે લોકો કામ કરે છે, જેઓ ટેક્નોલોજીથી લઈને માર્કેટિંગ અને મેનેજમેન્ટનું કામ સંભાળે છે. હાલ દરરોજ લગભગ 55 હજાર લોકો તેમની એપ પર આવી રહ્યા છે. તેમાંથી 5 હજારથી વધારે કસ્ટમર્સ પેઈડ છે. ભારતની સાથે જ અન્ય દેશોના લોકો પણ પોતાની સમસ્યાઓના સમાધાન માટે તેમને સંપર્ક કરે છે.

કેવી રીતે લોકોની મદદ કરે છે? સંપૂર્ણ પ્રક્રિયા શું છે?

પુનિત જણાવે છે કે હાલ દરરોજ એપ પર 55 હજાર યુઝર્સ આવી રહ્યા છે. તેમાંથી 5 હજારથી વધારે કસ્ટમર્સ પેઈડ છે.
પુનિત જણાવે છે કે હાલ દરરોજ એપ પર 55 હજાર યુઝર્સ આવી રહ્યા છે. તેમાંથી 5 હજારથી વધારે કસ્ટમર્સ પેઈડ છે.

પુનિતની ટીમે એક મોબાઈલ એપ તૈયાર કરી છે. એમાં લોગ-ઈન કરીને અકાઉન્ટ બનાવ્યા પછી તમે પોતાના સવાલ પૂછી શકો છો. એમાં બે પ્રકારની સર્વિસ છે- એક પેઈડ અને બીજી ફ્રી. એક્સપર્ટ એસ્ટ્રોલોજર સાથે ચેટ અને ફોન પર વાતચીત માટે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જ્યારે રોજનું રાશિફળ વાંચવા, ઓનલાઈન કુંડળી બનાવવા માટે અને લાઈવ શો માટે પેમેન્ટ કરવાની જરૂર પડતી નથી. આ સર્વિસ બધા માટે ફ્રી છે.

પુનિત કહે છે, અમારી એપમાં એક્સપર્ટ એસ્ટ્રોલોજર્સનું લિસ્ટ છે. એમાં તેમના અંગે દરેક ડિટેલ જાણકારી, તેમની એક્સપર્ટીઝ, તેમની રેટિંગ અને ફી જોવા મળી શકે છે. તેના આધારે કસ્ટમર પોતાને ગમતા એસ્ટ્રોલોજરને સિલેક્ટ કરી શકે છે અને તેમની સાથે ચેટ કે ફોન કોલ દ્વારા પોતાની સમસ્યાઓનું સમાધાન જાણી શકે છે. પેમેન્ટ માટે તેમણે પોતાનું વોલેટ રિચાર્જ કરવાનું રહેશે. રૂપિયા મિનિટના હિસાબે કપાશે, એટલે કે જેટલી મિનિટ સુધી તેઓ ચેટ કે કોલ પર એક્સપર્ટ સાથે વાત કરશે એટલી અમાઉન્ટ તેમના વોલેટમાંથી કપાઈ જશે. ચાર્જને લઈને તેઓ જણાવે છે કે વિવિધ એસ્ટ્રોલોજર્સની ફી અલગ છે. લગભગ 25થી 30 હજાર રૂપિયામાં કસ્ટમર્સને તેમની સમસ્યાઓનું સમાધાન મળી જાય છે.

માર્કેટિંગને લઈને પુનિતની ટીમ સોશિયલ મીડિયા અને ગૂગલ એડ્સની મદદ લે છે. તેઓ સતત પેઈડ પ્રમોશન કરતા રહે છે. જો કોઈ એસ્ટ્રોલોજર પુનિતની ટીમ સાથે જોડાવવા ઇચ્છે છે તો તેણે એપ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એ પછી તેમની ક્વોલિફિકેશન ટેસ્ટ થશે. પછી એક્સપર્ટની ટીમ સવાલ-જવાબ કરશે અને એ જાણવાની કોશિશ કરશે કે તે એસ્ટ્રોલોજરની જાણકારી સાચી છે કે નહીં. બધું જ ઠીક રહેશે તો તેને કામ કરવાની તક મળશે.

અન્ય સમાચારો પણ છે...