વાર્તા- વાત 127 વર્ષ પહેલાંની છે. શિકાગોના આર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને હોલ. કોલંબસમાં 7000 સાંભળનાર હતાં. એકથી એક સારા અંગ્રેજી વક્તાઓ પોતાની વાત કહી ચૂક્યાં હતાં. સંમેલનનો પહેલો દિવસ અને બીજું સત્ર શરૂ થયું હતું. કાર્યક્રમના સંચાલક બૈરોજે ઘોષણા કરી કે વિવેકાનંદ ફ્રોમ ઇન્ડિયા. એટલે ભારત તરફથી વિવેકાનંદ આવશે અને બોલશે. હોલમાં સન્નાટો છવાઇ ગયો. કોઇને પણ આશા ન હતી કે, કોઇ ભારતીય વ્યક્તિ ત્યાં આવશે અને બોલશે. બધાના મનમાં સવાલો હતાં.
તે સમયે વિવેકાનંદજીએ બે શબ્દો ભાઇઓ અને બહેનો કહ્યાં અને આખો હોલમાં તાળીઓનો ગડગડાટ સંભળાયો. ત્યાર બાદ વિવેકાનંદ બોલતાં ગયા અને લોકો સાંભળતા ગયાં. ત્યાર બાદ વિવેકાનંદજીને પૂછવામાં આવ્યું કે, આટલું પ્રભાવશાળી દૃશ્ય તમે કઇ રીતે પેદા કર્યું?
ત્યારે તેમણે કહ્યું કે, ધર્મ, અધ્યાત્મ, ભૌતિકતા, પરિશ્રમ અને વ્યવસ્થા મેં આ બધાનો તાલમેલ ગોઠવ્યો. જ્યારે આ એક સાથે મળીને પ્રભાવશાળી વાણીમાં ઉતરે છે, ત્યારે ઇતિહાસમાં આવું દૃશ્ય જોવા મળે છે.
બોધપાઠ- જે પ્રયોગ અને પ્રસ્તુતિ વિવેકાનંદે આપી હતી. તે આપણને સમજાવે છે કે, જૂની વાતોની હકીકતને પણ નવા જીવન સાથે જોડીને તેની ઉપયોગિતા જણાવવી એક કળા છે. હવે પ્રતિસ્પર્ધા એટલી થઇ ગઇ છે કે, તમારે દરરોજ કઇંક નવું કરવાનું રહેશે અને તે નવામાં તમારી વ્યવસ્થા, પ્રેઝેન્ટેશન, પહેરવેશ અને વાણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચોઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.