તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:જો કોઈ શક્તિ મળે તો તેનો સારા કામમાં ઉપયોગ કરો, તાકાતનો દુરૂપયોગ જ વિનાશનું કારણ બને છે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

અસુરોના રાજા હિરણ્યકશિપુ હતો. તેણે તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી લીધા હતાં. બ્રહ્માજી પ્રકટ થયા અને તેને વરદાન માગવા માટે કહ્યું. હિરણ્યકશિપુએ કહ્યું, મને અમરતા જોઈએ છે. હું ક્યારેય મરીશ નહીં. બ્રહ્માજીએ હસીને જવાબ આવ્યો કે તે અશક્ય છે. પ્રકૃતિનો નિયમ છે જે પેદા થયું છે તેણે એકને એક દિવસ તો મૃત્યુ પામવાનું જ છે. તમે કઇંક બીજું માગી લો.

હિરણ્યકશિપુએ થોડીવાર વિચાર કર્યો. પછી તેણે માગ્યું કે મને કોઈ મારી ન શકે તેવું વરદાન આપો. દેવતા, દૈત્ય, દાનવ, માનવ, ગંધર્વ, કિન્નર, પશુ અને પક્ષી કોઈ મારી શકે નહીં. હું અસ્ત્ર કે શસ્ત્રથી મૃત્યુ ન પામુ. ધરતી ઉપર કે આકાશમાં નહીં, ઘરની અંદર નહીં કે ઘરની બહાર નહીં. દિવસ કે રાતે પણ કોઇ મને મારી શકે નહીં. હિરણ્યકશિપુએ દરેક પ્રકારે પોતાને સુરક્ષિત કરી લીધો. બ્રહ્માજી સમજી ગયા કે આ એક પ્રકારે અમરતાની ઇચ્છા છે. છતાંય તેમણે હિરણ્યકશિપુને આ વરદાન આપી દીધું.

વરદાન મેળવ્યા પછી હિરણ્યકશિપુએ દેવતાઓ, માનવો સહિત સંપૂર્ણ પ્રકૃતિ ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. સંપૂર્ણ સૃષ્ટિ ત્રાહિમામ કરવા લાગી. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે પહોંચી ગયાં. દેવતાઓએ બ્રહ્માજીને કહ્યું કે તમે હિરણ્યકશિપુને આવું વરદાન કેમ આપ્યું છે, તેને તો મારી શકાતો જ નથી. હવે તેના અત્યાચારોથી મુક્તિ કઈ રીતે મળી શકશે?

આ અંગે બ્રહ્માજીએ કહ્યું કે તમે લોકો ચિંતા ન કરો, ભગવાન વિષ્ણુ તેનો ઉપાય શોધશે. થયું પણ એવું જ. ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લીધો જે સંપૂર્ણ પશુ હતો નહીં કે માનવ પણ નહોતો. તેમણે હિરણ્યકશિપુને ઘરના ઊમરે માર્યો. જે ઘરની અંદર કે બહાર ગણવામાં આવતો નથી, તેને પોતાના ખોળામાં લઇને માર્યો, જે ધરતી ઉપર કે આકાશમાં હતો નહીં. તેમણે તેમના નખ દ્વારા તેનો વધ કર્યો જે કોઇ અસ્ત્ર કે શસ્ત્ર ન હતાં.

બોધપાઠ- તમે પ્રકૃતિ સાથે કેટલીય ચતુરાઈ કરી લો. તે નિયંત્રણ માટે પોતાની પાસે એક રસ્તો હંમેશાં રાખે છે. પોતાની યોગ્યતા અને શક્તિનો ખોટો ઉપયોગ કરનારનો વિનાશ ચોક્કસ થાય છે.