આજનો જીવનમંત્ર:તમે દોષી નથી તો અસત્ય સામે પૂરી તાકાત સાથે ઊભા રહો, પછી સામે કેટલો મોટો વ્યક્તિ કેમ ના હોય

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

તે દિવસે ક્લાસમાં શિક્ષક ખૂબ જ ગુસ્સે હતાં. કેમ કે તેમના ક્લાસમાં આવ્યા પહેલાં જ કોઈએ મગફળી દાણા ખાધા અને તેના ફોતરા જમીન ઉપર ફેંકી દીધા હતાં.

શિક્ષકે બધાને પૂછ્યું કે આ કચરો કોણે કર્યો છે. કોઈએ કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે સતત પૂછ્યું પરંતુ બધા બાળકો ચૂપ રહ્યાં. પછી તેમણે કહ્યું કે જો કોઈએ પણ પોતાની ભૂલ સ્વીકારી નહીં તો આખા ક્લાસને સજા મળશે. બધાને માર પડશે. છતાંય ક્લાસના કોઈ બાળક કશું જ બોલ્યાં નહીં.

જે તોફાની બાળકો હતા તેઓ ખુશ થઈ ગયા કે આજે અમારા કારણે બધા બાળકોને માર પડશે. શિક્ષક એક-એક કરીને બાળકોને મારી રહ્યા હતાં અને બાળકો પણ ચૂપચાપ માર ખાઈ રહ્યા હતાં. પછી શિક્ષક એક છોકરા પાસે પહોંચ્યાં. તે છોકરાએ ઊંચી અવાજમાં કહ્યું, ગુરુજી તમે મને મારી શકશો નહીં.

આટલું સાંભળીને શિક્ષક વધારે ગુસ્સે થઈ ગયાં. તેમણે કહ્યું- મારી સામે ઊંચા અવાજમાં વાત કરી. છોકરાએ કહ્યું- હું ઊંચી અવાજમાં એટલે બોલી રહ્યો છું કેમ કે મેં જે અપરાધ કર્યો નથી, તેની સજા મને કેમ મળે. મેં આ કચરો ફેંક્યો નથી, એટલે મને સજા મળવી જોઈએ નહીં.

આ કહેતી સમયે તે યુવકના અવાજમાં ગજબની નિર્ભયતા હતી અને સંપૂર્ણ પ્રમાણિકતા હતી. શિક્ષક હસ્યાં. તેમણે કહ્યું- હું તને ઓળખું છું, તારું નામ તિલક છે ને? જો આ પ્રમાણિકતા તે હંમેશાં જાળવી રાખી તો તું દેશને ખૂબ જ કામ આવીશ.

તેની આગળની વાર્તા દુનિયા જાણે છે, લોકમાન્ય બાલગંગાધર તિલકે દેશની સ્વતંત્રતા માટે આખું જીવન પસાર કર્યું.

બોધપાઠ- જો કોઈ ભૂલ તમે કરી જ નથી તો પછી આરોપ લગાવનાર કે સજા આપનાર વ્યક્તિ કેટલો જ મોટો કેમ ન હોય, તેના વિરોધમાં સંપૂર્ણ નિડરતા અને હકીકત સાથે ઉતરી જવું જોઈએ.