તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:વિનમ્રતાથી મોટી-મોટી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે, અહંકારથી નુકસાન જ થાય છે

7 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

કહાની: મહાભારત યુદ્ધ પૂરું થઇ ગયું હતું. પાંડવોની જીત થઇ અને યુધિષ્ઠિર રાજા બન્યા, એક દિવસે શ્રીકૃષ્ણે દરેક પાંડવોને ભીષ્મ પિતામહ પાસે રાજધર્મનું જ્ઞાન લેવાની સલાહ આપી. ભીષ્મ બાણની શય્યા પર હતા, તેઓ પ્રાણ ત્યાગવા સૂર્યનાં ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા હતા.

શ્રીકૃષ્ણના આગ્રહ પર ભીષ્મએ દરેક પાંડવોને જ્ઞાનની બહુ બધી વાત સમજાવી હતી. તેમાંથી એક વાત એ હતી કે, વિનમ્રતા મોટા અને સમર્થ લોકો માટે એક આભૂષણ જેમ હોય છે. એક લક્ષણ હોય છે દબાઈ જવું અને બીજું લક્ષણ હોય છે નમી જવું. ડરને કારણે કે કોઈ મજબૂરીને લીધે. વિનમ્રતા આ બંને લક્ષણો કરતાં ઉપર છે.

વિનમ્રતા સ્વેચ્છાથી એક સદાચારની જેમ હોય છે. આ સમજવા માટે ભીષ્મએ કહ્યું, નદી, જ્યારે સમુદ્ર સુધી પહોંચે છે તો પોતાના વહેણથી ઘણા બધા ,મોટા વૃક્ષો અને તેની શાખાઓ લઈને આવે છે. એક દિવસ સમુદ્રએ નદીને પૂછ્યું, તું તારી સાથે નાના છોડ અને વૃક્ષ કેમ લાવતી નથી?

નદીએ જવાબ આપ્યો કે જ્યારે હું પૂરા વેગમાં વહુ છું ત્યારે નાના છોડ અને વૃક્ષો નમી જાય છે, તેઓ મને રસ્તો આપે છે અને બચી જાય છે. જ્યારે મોટા વૃક્ષો નમતા નથી તો તે તૂટી જાય અને મારા વહેણમાં આવી જાય છે.

બોધપાઠ: ભીષ્મએ આ ઉદાહરણની મદદથી સમજાવ્યું કે, જીવનમાં ઘણીવાર અનેક સ્થિતિઓ આવે છે. તે સમયે વિનમ્રતા શસ્ત્ર અને કવચની જેમ કામ કરે છે. વિનમ્ર વ્યક્તિ નમીને દુનિયામાં ઘણા કામ કરી લે છે. અહંકારથી નુકસાન જ થાય છે