• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, When Someone Misbehaves With Us, We Should Be Calm And Tolerate It, Motivational Story Mahatma Gandhi

આજનો જીવનમંત્ર:જ્યારે કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે છે ત્યારે શાંત રહીને તેને સહન કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘટના છે. રેલગાડી ચંપારણથી બેતિયા તરફ જઈ રહી હતી. એક ડબ્બામાં ખૂબ જ ભીડ હતી. રાત થઈ ગઈ હતી. એક સ્ટેશનમાં રેલગાડી ઊભી રહી ત્યારે એક ભારે શરીર ધરાવતો ખેડૂત તે ડબ્બામાં ચઢ્યો.

તે સમયે જે તાકાતવર હતાં, તે અન્ય લોકોની જગ્યા લઈ લેતાં હતાં. તે ભારે શરીરવાળા ખેડૂતે એક સીટ ઉપર દૂબળી વ્યક્તિને બેઠેલો જોઈ ત્યારે તેણે દૂબળી વ્યક્તિનો હાથ પકડીને તેને ઊભો કરી દીધો અને કહ્યું, અહીં કેમ બેઠો છે, ત્યાં જઈને બેસ.

તે દૂબળી વ્યક્તિ મોહનદાસ કરમચંદ ગાંધી હતાં. ગાંધીજી તે પહેલવાનને જોઈને ત્યાં નીચે બેસી ગયા અને કહ્યું, તમે સીટ ઉપર બેસી જાવ. ખેડૂત તે સીટ ઉપર બેસી ગયો.

ખેડૂતે ગીત ગાવાનું શરૂ કર્યું, ધન્ય-ધન્ય ગાંધી મહારાજ, દુઃખી લોકોના દુઃખ દૂર કરનાર. તે આ લાઇન સતત ગાઈ રહ્યો હતો અને ગાંધીજીને યાદ કરી રહ્યો હતો.

નીચે બેઠેલાં ગાંધીજી તેને હસતા-હસતા જોઈ રહ્યા હતાં. થોડા સમય પછી બેતિયા સ્ટેશન આવું ગયું. સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં લોકો ગાંધીજીનું સ્વાગત કરવા માટે પહોંચ્યાં હતાં. જય-જયકારના નારા સંભળાઈ રહ્યા હતાં. થોડા લોકો તે ડબ્બામાં ચઢ્યા ત્યારે ગાંધીજીને ઊભા થયા અને નીચે ઉતરી ગયાં.

તે પહેલવાન ખેડૂતને થોડું સમજાયું અને તે તરત ઊભો થયો અને ડબ્બાની નીચે ઉતરીને ગાંધીજીના પગે પડ્યો. આ જોઈને બધા લોકોએ ગાંધીજીને પૂછ્યું, શું થયું છે?

ગાંધીજીએ કહ્યું, મારા એક પ્રેમીએ મને પ્રેમ દર્શાવ્યો હતો

બોધપાઠ- આ ઘટના આપણને બોધ આપે છે કે જો કોઈ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે છે ત્યારે આપણે તેનો પ્રતિકાર કે તેની સાથે ઝઘડો કરી શકીએ છીએ અથવા તેને સહન કરી શકીએ છીએ. જો આપણે પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ, લોકો આપણા વિશે જાણે છે તો આપણે વધારે વિનમ્ર થવું જોઈએ. વિનમ્રતા સારા માણસોનું ઘરેણું હોય છે.

અન્ય સમાચારો પણ છે...