આજનો જીવન મંત્ર:બીજાના ધન પર ખરાબ નજર ન રાખવી જોઈએ, જાતે મહેનત કરવી અને ધન કમાવવું જોઈએ

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • આપણે બીજાની ઈર્ષ્યા કરીએ છીએ તો આપણું જ નુકસાન થાય છે

વાર્તા- વિશ્રવા મુનિનો મોટો પુત્ર વૈશ્રવણ હતો. આ તે જ વૈશ્રવણ છે જે રાવણનો મોટો ભાઈ હતો. લંકા વૈશ્રવણની પાસે હતી. વૈશ્રવણે ઘણી તપસ્યા કરી ત્યારે શિવ અને દેવી પાર્વતી પ્રગટ થયા હતા.

શિવજીએ કહ્યું, 'વૈશ્રવણ હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. તુ વરદાન માગ.'

જ્યારે વૈશ્રવણે આંખો ખોલી ત્યારે શિવ અને પાર્વતી સામે હતા. તે શિવજીની વાત સાંભળી રહ્યો હતો, પરંતુ તેની દૃષ્ટિ માતા પાર્વતીની તરફ હતી. શિવજી તેને વરદાન આપી ચૂક્યા હતા કે તારી પાસે ઘણી ઘણી સંપત્તિ હશે. તું દેવતાઓનો કોષાધ્યક્ષ બનીશ. આ સંસારમાં લોકો સંપત્તિ તારી પાસેથી માગશે.

વૈશ્રવણે તે સમયે માતા પાર્વતી પર ખરાબ નજર નાંખી ત્યારે દેવી અસહજ થઈ ગયા અને કહે છે, 'તારી ડાબી આંખ ફૂટી જાય, તે મને સારી દૃષ્ટિથી નથી જોઈ.'

શિવજીએ કહ્યું, 'આટલો ગુસ્સો કેમ કરો છો, તે આપણા પુત્ર સમાન છે. ત્યારે પાર્વતીજીને તેના પર દયા આવે છે અને કહે છે કે હું તને શ્રાપ આપી ચૂકી છું. હવે આશીર્વાદ આપું છું કે તુ બધા માટે ધનનો દાતા બને.'

શિવજીએ કહ્યું, તારી મારી સાથે મિત્રતા થશે. હું હંમેશાં તારી નજીક રહીશ.'

પાર્વતીજીએ કહ્યું, 'તે મારા રૂપના પ્રત્યે ઈર્ષ્યા કરી છે, ખરાબ નજર નાખી છે, તેથી તારું નામ કુબેર હશે.'

બોધપાઠ- જો આપણે બીજાની ઈર્ષ્યા કરીએ છીએ તો આપણું જ નુકસાન થાય છે. તમે તમારા પરિશ્રમથી ધન કમાઓ, બીજા લોકો તેમની રીતે ધન કમાશે. વૈશ્રવણે પાર્વતીજી પર ખરાબ નજર નાખીને ઈર્ષ્યા કરી હતી કે મારી પાસે પણ આવી સુંદર સ્ત્રી હોય, આવું વૈભવશાળી લગ્નજીવન હોય, ત્યારે દેવીએ વૈશ્રવણને શ્રાપ આપ્યો હતો. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી પાસે જે પણ ધન-સંપત્તિ હોય, તે આપણી મહેનતથી કમાયેલું હોવું જોઈએ. બીજાની સંપત્તિ પર આપણે ખરાબ નજર ન નાખવી.