તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:કોઇપણ કામ નાનું કે મોટું હોતુ નથી, વ્યક્તિએ કામના મહત્ત્વને સમજવું જોઇએ

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • ગાંધીજીએ પત્રોના જવાબ આપવાનું કામ કર્યું હતું, જ્યારે ક્રોંગ્રેસ કાર્યાલયના પ્રમુખ ઘોષાલજીને આ વાતની જાણ થઇ કે ગાંધીજી કેટલું ભણેલાં છે ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા

વાર્તા- મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ક્રોંગ્રેસના અધિવેશનમાં સામેલ થવા માટે કોલકત્તા પહોંચ્યાં હતાં. તે સમયે તેમને મોહનદાસ કરમચંદ ગાંધીના નામથી જ ઓળખવામાં આવતાં હતાં. જ્યારે તેઓ કોલકત્તામાં ક્રોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા, ત્યારે તેમની મુલાકાત ઘોષાલજી સાથે થઇ.

ઘોષાલજી જ ક્રોંગ્રેસ કાર્યાલયનું કામકાજ જોઇ રહ્યા હતાં. ગાંધીજીએ તેમને કહ્યું, હું અહીં કામ કરવા આવ્યો છું. કોઇ કામ હોય તો બતાવો.

ઘોષાલજીએ ગાંધીને જોયા તો તેમને લાગ્યું કે આ શું કામ કરશે? થોડું સમજી વિચારીને તેઓ બોલ્યાં, મારી પાસે મોટું કામ નથી. અહીં અનેક પત્રો આવ્યાં છે. તેમાંથી જે યોગ્ય છે, તેમને અલગ કર્યાં છે અને તેમને ઉત્તર આપવાના છે. શું તમે આ કામ કરી શકો છો?

ગાંધીજી આ કામ માટે તૈયાર થઇ ગયા અને તેમણે પત્રોના જવાબ પણ આપ્યાં. ઘોષાલજીને આ જોઇને ખૂબ જ આશ્ચર્ય થયો કે એક-એક પત્રને ગંભીરતાથી વાંચવામાં આવ્યાં અને તેમને યોગ્ય ઉત્તર પણ ગાંધીજી દ્વારા આપવામાં આવ્યાં.

ઘોષાલજી કાર્યાલયથી બહાર આવ્યાં ત્યારે તેમના શર્ટના બટન ગાંધીજીએ લગાવી આપ્યાં. મોટાભાગે આ કામ ઘોષાલજીનું સેવક કરતો હતો. જ્યારે ગાંધીજીએ બટન લગાવ્યાં ત્યારે ઘોષાલજી ખૂબ જ પ્રસન્ન થયાં. તેમણે ગાંધીજી અંગે જાણકારી પ્રાપ્ત કરી ત્યારે જાણ થઇ કે તેઓ કેટલું ભણેલાં છે.

ઘોષાલજી આશ્ચર્ય રહી ગયા કે આટલું ભણેલો વ્યક્તિ અને સેવા કરવાની આવી ભાવના. તે દિવસે ઘોષાલજીએ ગાંધીજી પાસેથી એક બોધપાઠ લીધો હતો કે કોઇપણ કામ મોટું કે નાનું હોતું નથી.

બોધપાઠ- આપણી નીયત, ઇરાદા અને સમજના આધારે કામનું મહત્ત્વ નક્કી થાય છે. થોડાં લોકો જે મોટા પદ ઉપર હોય છે, તેમને લાગે છે કે તેઓ નાના કામ કરી શકે છે. પરંતુ જીવનમાં ક્યારેય એવા અવસર પણ આવે છે જ્યારે આપણે સામાન્ય કામ પણ કરવા પડે છે. તે સમે કામના મહત્ત્વને સમજો. ક્યારેય પોતાના પદ ઉપર ઘમંડ કરવો જોઇએ નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો