• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, We Should Try To Increase Our Qualification, Story Of Jagdishchandra Basu

આજનો જીવનમંત્ર:યોગ્યતા વધારવાની કોશિશ કરો અને ધ્યાન રાખો કે આપણે આપણી યોગ્યતાનું શું પરિણામ આપી રહ્યા છીએ

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- પ્રેસિડેન્સી કોલેજનાં સંચાલનમાં બધાં અંગ્રેજો હતાં. પ્રોફેસર જગદીશચંદ્ર બાસુ ત્યાં ભણાવતા હતાં. પ્રોફેસર બાસુ ખૂબ જ અનુભવી હતાં અને અદભૂત પ્રતિભાના ધની પણ હતાં.

કોલેજમાં પ્રોફેસર બાસુથી ઓછા યોગ્ય ગોરા પ્રોફેસરોને વધારે આવક મળતી હતી અને તેમને ઓછો. આ કારણે પ્રોફેસર બાસુએ વેતન લેવાની ના પાડી દીધી. કોલેજના વ્યવસ્થાપકે તેમને સમજાવવાની કોશિશ કરી, પરંતુ પ્રોફેસર બાસુએ કહ્યું, મને આવક મારી યોગ્યતા પ્રમાણે મળવી જોઈએ.

સમય વિતતો ગયો, અનેક વર્ષ વીતિ ગયાં. કોલકાતામાં રહેવા માટે તેમની પાસે હવે ધન પણ હતું નહીં. પોતાની પત્ની સાથે કોલકાતાથી દૂર એક એવી જગ્યાએ રહેવા લાગ્યાં, જ્યાં રહેવાનો ખર્ચ ઓછો હતો. હોડીમાં બેસીને નદી પાર કરીને ભણાવવા જતાં હતાં.

એક દિવસ તેમની પત્ની આબલાએ કહ્યું, તમે આવક કેમ સ્વીકાર કરતા નથી

પ્રોફેસર બાસુએ કહ્યું, હું મારી યોગ્યતાનો ભરપૂર ઉપયોગ શિક્ષણ જગત માટે કરી રહ્યો છું અને પોતાને આ કામ માટે સમર્પિત છું, છતાંય મને ઓછું વેતન આપી રહ્યા છે, માત્ર એટલાં માટે કેમ કે હું ગોરો નથી.

ત્રણ વર્ષ સુધી તેઓ સંઘર્ષ કરતા રહ્યા અને તે પછી કોલેજ વ્યવસ્થાએ પોતાની ભૂલ સ્વીકારી અને તેમની આવક વધારી દીધી, જેની તેઓ માગ કરી રહ્યા હતાં.

તે પછી પ્રોફેસર બાસુએ પોતાની પત્નીને કહ્યું, આબલા, વાત માત્ર ધનની નથી. વાત યોગ્યતાની હતી. હું લંડન ડોક્ટરનું ભણવા ગયો, પરંતુ સ્વાસ્થ્યના કારણે ભણી શક્યો નહીં. છતાંય મેં મારા સંસોધનમાં કોઈ ખામી રાખી નહીં.

પ્રોફેસર બાસુ ભારતના પહેલાં એવા વૈજ્ઞાનિક હતાં, જેમણે ખૂબ જ ઊંડાણથી શોધ કર્યો. રેડિયો સિગ્નલ, પ્લાન્ટ ફિઝિયોલોજી જેવી ઘણી કૃતિઓ તેમના નામે નોંધાયેલી છે.

બોધપાઠ- પ્રોફેસર બાસુએ આપણને બોધપાઠ આપ્યો કે જો આપણે યોગ્ય છીએ તો આપણે આપણી યોગ્યતાનો પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તમારી યોગ્યતાના માન માટે જે મહેનતાણું છે, તે જ લેવું જોઈએ. આપણે આપણી યોગ્યતાનું અવલોકન કરવું જોઈએ, તે વધારવાની કોશિશ કરવી જોઈએ. આપણને આપણી યોગ્યતાનું જે પરિણામ આપી રહ્યા છીએ, તેના પ્રમાણે જ વેતન માગવું જોઈએ.