તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, We Should Remember These Tips When We Get Success, Story Of Ravan And Brahmaji

આજનો જીવનમંત્ર:જ્યારે કોઈ મોટી સફળતા મળે તો મોટા વચનો ન બોલવા અને અહંકારથી બચવું

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં રાવણે ઘોર તપ કર્યું અને બ્રહ્માજીને પ્રસન્ન કરી લીધા. બ્રહ્માજી રાવણને વરદાન આપવા માટે પ્રકટ થયાં. રાવણે વરદાન માગ્યું કે, મને વરદાન આપો કે કોઈના હાથે મારું મૃત્યુ ન થાય.

આ વાત સાંભળીને બ્રહ્માજી ચિંતામાં પડી ગયાં. એક તો રાવણ દુષ્ટ છે અને બીજું તે આવું વરદાન માગી રહ્યો છે. બ્રહ્માજીએ રાવણને સમજાવ્યું, જેણે જન્મ લીધો છે, તેનું મૃત્યુ અવશ્ય થશે જ. આ વિધાન છે.

રાવણ માન્યો નહીં અને કહ્યું, તમારો નિયમ હું જાણતો નથી. મારે તો આ જ આશીર્વાદ જોઈએ છે.

બ્રહ્માજી વિચારવા લાગ્યાં કે હવે શું કરું. તેમણે દેવી સરસ્વતીને પ્રાર્થના કરી કે મને મદદ કરો. રાવણની બુદ્ધિ ભ્રમિત કરો.

થોડીવાર પછી રાવણે જ કહ્યું, ઠીક છે, મને વરદાન આપો કે મનુષ્યો અને વાનરોને છોડીને મને કોઈ અન્ય મારી શકે નહીં.

બ્રહ્માજીએ તરત તથાસ્તુ કહ્યું. રાવણે વિચાર્યું કે મનુષ્ય અને વાનર તો મારું ભોજન છે, તે શું મને મારશે. તેણે ક્યારેય કલ્પના પણ કરી નોહતી કે કોઈ વ્યક્તિ વાનરો સાથે મળીને તેનું મૃત્યુનું કારણ બનશે.

બોધપાઠ- આ વાર્તાથી બોધપાઠ મળે છે કે જ્યારે પણ કોઈ મોટી સફળતા મળે તો આપણે આપણી વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. મોટા વચનો બોલવા જોઈએ નહીં. ક્યારેક અહંકારમા એવી મોટી વાત બોલાઈ જાય છે જે ભવિષ્યમા આપણા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.