તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:મહિલાઓ પરિવારનો આધાર છે, તેઓ ઘરની દેખરેખ અને બાળકોનો ઉછેર કરે છે, એટલે તેઓ સર્વશ્રેષ્ઠ છે

8 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- પ્રાચીન સમયમાં એક દિવસ બધા ઋષિ-મુનિઓમાં આ વાતને લઇને વિવાદ થઇ રહ્યો હતો કે કોણ શ્રેષ્ઠ છે? ઘણી ચર્ચા પછી પણ આ પ્રશ્નનો ઉત્તર મળી શક્યો નહીં ત્યારે તેમણે વેદ વ્યાસ પાસે જવાનું વિચાર્યું.

વેદ વ્યાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. બધા ઋષિ-મુનિ વ્યાસજી પાસે પહોંચ્યાં. તે સમયે તેઓ નદીમાં સ્નાન કરી રહ્યાં હતાં. તેમણે નદીમાંથી માથું બહાર કાઢ્યું અને કહ્યું, કળિયુગ સર્વશ્રેષ્ઠ છે. ફરી તેમણે ડુબકી લગાવી. ફરી માથું બહાર કાઢીને કહ્યું, સેવક સર્વશ્રેષ્ઠ છે. તે પછી ફરી તેમણે ડુબકી લગાવી. આ વખતે માથું બહાર કાઢીને તેમણે કહ્યું, મહિલાઓ સર્વશ્રેષ્ઠ હોય છે.

થોડીવાર પછી જ્યારે તેઓ નદીમાંથી બહાર આવ્યાં ત્યારે બધા ઋષિઓએ કહ્યું, અમારા મનમાં જે સવાલ હતો, તે તમે જાણી લીધો અને તેનો ઉત્તર પણ આપી દીધો. પરંતુ તેનો આધાર શું છે?

વ્યાસજીએ કહ્યું, તમે બધાનો પ્રશ્ન છે કે સર્વશ્રેષ્ઠ કોણ છે? મારા પ્રમાણે કળિયુગ, સેવક અને મહિલાઓ સર્વશ્રેષ્ઠ હોય છે. અનેક તપસ્યા કર્યા પછી જે પુણ્ય મળે છે, તે કળિયુગમાં માત્ર ભગવાનનું નામ લેવાથી જ મળે છે. સેવક સેવા કરે છે, એટલે તે સર્વશ્રેષ્ઠ છે. મહિલાઓ ઘરમાં રહીને પરિવાર અને બાળકોની દેખરેખ કરે છે, આ કારણે તેઓ સર્વશ્રેષ્ઠ હોય છે.

વ્યાસજીની આ વાત બધા ઋષિઓને સમજાઇ ગઇ.

બોધપાઠ- આ પ્રસંગથી આપણને ત્રણ બોધપાઠ મળે છે. પહેલો, હાલ કળિયુગ ચાલી રહ્યો છે. આ સમયગાળામાં જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું ધ્યાન કરતાં રહેવું જોઇએ. કેમ કે, તેનાથી પોઝિટિવ એનર્જી મળે છે. બીજી, જ્યારે પણ તક મળે ત્યારે સેવા જરૂર કરવી જોઇએ. તેનાથી અન્યની દુઆઓ મળે છે અને આપણું મન પણ શાંત થાય છે. ત્રીજો બોધપાઠ એ છે કે મહિલાઓનું હંમેશાં સન્માન કરો. જે મહિલાઓ ઘરમાં રહીને પોતાના પરિવાર અને બાળકોની દેખરેખ કરે છે, તેમના માટે એવું વિચારશો નહીં તે તેમનામાં વધારે સમજણ નથી. ભણેલી નથી તો ઘરમાં રહે છે. પરિવાર અને બાળકોની નિસ્વાર્થ ભાવથી દેખભાળ કરનારી સ્ત્રીઓ સર્વશ્રેષ્ઠ હોય છે.