તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:પોતાના કામને શ્રેષ્ઠ સમજો, પરંતુ અન્યના કામ સાથે સરખામણી કરવી ખોટી બાબત છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દેવતાઓના રાજા ઇન્દ્રએ એકવાર ખૂબ જ સુંદર મહેલ બનાવ્યો. તે મહેલ એટલે પણ ખાસ હતો, કેમ કે તે દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ બનાવ્યો હતો. દેવરાજ ઇન્દ્ર બધાને બોલાવીને પોતાનો મહેલ બતાવતા હતાં અને પોતાના મહેલના જાતે જ વખાણ કરતા હતાં. જ્યારે બધા લોકો મહેલના વખાણ કરતા ત્યારે ઇન્દ્રનો અહંકાર વધી જતો હતો.

ધીમે-ધીમે ઇન્દ્રએ એવું કહેવાનું શરૂ કરી દીધું કે સંપૂર્ણ દુનિયામાં મારા મહેલથી સુંદર મહેલ નથી. એક દિવસ તેમણે દેવર્ષી નારદને બોલાવ્યા અને કહ્યું, તમે તો સંપૂર્ણ દુનિયામાં ફરતા રહો છો, અનેક વસ્તુઓ જુઓ છો. મારો આ મહેલ જુઓ અને જણાવો, આ મહેલ કરતા શ્રેષ્ઠ મહેલ અત્યાર સુધી કોઇ જગ્યાએ જોવા મળ્યો છે?

નારદીએ કહ્યું, હું આ અંગે શું જાણકારી આપું. હું ફરતો રહું છું, પરંતુ યોગ્ય જાણકારી તમને લોમશ ઋષિ આપી શકશે, કેમ કે તેમની ઉંમર એક હજાર વર્ષ છે. સારું તો એ જ રહેશે કે તમે તેમને જ પૂછો.

દેવરાજ ઇન્દ્રએ લોમશ ઋષિને બોલાવ્યા અને પોતાનો મહેલ બતાવતા કહ્યું, શું તમે મારા મહેલ જેવો કોઇ અન્ય મહેલ જોયો છે?

લોમશ ઋષિ બોલ્યા, દેવરાજ, મેં મારા જીવનમાં અનેક ઇન્દ્ર જોયા છે. એકથી એક રાજા જોયા છે. તેમના મહેલ પણ જોયા છે અને તે બધા આ મહેલ કરતા પણ વધારે સુંદર હતાં, પરંતુ હવે તે બધા જ મહેલ નષ્ય થઇ ગયા છે. આ જ દુનિયાનો ક્રમ છે. તમે જે મહેલ માટે અહંકાર કરી રહ્યા છો, તે પણ એક દિવસ ફિક્કો થઇ જશે અને નષ્ટ થઇ જશે. આ દુનિયામાં અંતિમ અને બીજું કશું જ હોતું નથી. તમારે પહેલા અને શ્રેષ્ઠ હોવાનો અહંકાર થઇ ગયો છો.

બોધપાઠ- લોમશ ઋષિએ ઇન્દ્રને સમજાવ્યું, આ દુનિયા ખૂબ જ મોટી છે. અન્યની સરખામણી કરો, પરંતુ અહંકાર ન કરો. પોતાનું કામ શ્રેષ્ઠ હોઇ શકે છે, પરંતુ અન્યના કામને ખોટું સમજવું એ ખરાબ વાત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો