• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, We Should Give Respect To Our Mother Tongue, Must Use Mother Tongue On Every Important Occasion.

આજનો જીવનમંત્ર:આપણે આપણી માતૃભાષાને સંપૂર્ણ માન આપવું જોઈએ, દરેક મહત્ત્વપૂર્ણ અવસરે માતૃભાષાનો ઉપયોગ જરૂર કરો

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાત્મા ગાંધીનો સ્વભાવ હતો કે તેઓ સાર્વજનિક મંચ દ્વારા કે વ્યક્તિગત રીતે કોઈ સાથે પણ વાત કરતા હતાં ત્યારે શ્રોતાઓ સાથે સીધી વાતચીત કરતા હતાં.

બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના ઉદ્યાટન સમારોહમાં મદન મોહન માલવીયજીના વિશેષ આમંત્રણના લીધે ગાંધીજી પણ પહોંચ્યાં હતાં. વાયસરાય એની બેસેન્ટ સાથે જ અનેક મોટા લોકો પણ ત્યાં હાજર હતાં. બધાએ પોતાનું ભાષણ અંગ્રેજીમાં આપ્યું હતું.

જ્યારે મહાત્મા ગાંધીજીના બોલવાનો સમય આવ્યો ત્યારે તેમણે ભાષણ હિન્દીમાં આપ્યું. તેમણે તે લોકો ઉપર પણ ટિપ્પણી કરી, જેમણે અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. આ વાત એની બેસેન્ટને યોગ્ય લાગી નહીં, તેઓ ત્યાંથી જતાં રહ્યાં. ગાંધીજીની વાત સાંભળીને બધા જ આશ્ચર્ય પામ્યાં. થોડા લોકોને શરમ પણ આવી હતી.

ગાંધીજીએ બધા જ શ્રોતાઓને કહ્યું, તમે જણાવો, આપણાં જ દેશમાં આપણી માતૃભાષામાં બોલવું, શું અપમાનજનક છે? જો આપણે લોકો જ તેને અટકાવીશું તો એક દિવસ દેશની માતૃભાષા અંગ્રેજી થઈ જશે. હિન્દી આપણી માતૃભાષા છે તો આપણે દરેક મહત્ત્વપૂર્ણ અવસરમાં તેને માન આપવું જોઈએ.

શ્રોતાઓ ગાંધીજીની વાત સાથે સહમત થઈ ગયાં. બધા લોકો સમજી ગયા કે ગાંધીજી માત્ર સારી વાતો બોલતા નથી, પરંતુ આ વાતોને જીવનમાં ઉતારે પણ છે.

બોધપાઠ- આપણે આપણી માતૃભાષાનું સન્માન કરવું જોઈએ. જ્યારે પણ કોઈ મોટો અવસર આવે ત્યારે માતૃભાષાનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ.