વાર્તા- ઘટના તે સમયની છે જ્યારે ગૌતમ બુદ્ધ કૌશાંબી નગરમાં રહેતાં હતાં. આ રાજ્યની રાણી ગૌતમ બુદ્ધને પસંદ કરતી નહોતી. આ કારણે તે બુદ્ધનું અલગ-અલગ રીતે અપમાન કરતી રહેતી હતી.
રાણીએ પોતાના થોડા લોકો બુદ્ધને અપમાનિત કરવા માટે અને હેરાન કરવા માટે તેમની પાછળ લગાવી દીધા હતાં. રાણીના આદેશથી તેઓ બધા બુદ્ધને વિવિધ રીતે હેરાન કરતાં હતાં. તેમનો વિરોધ કરી રહ્યા હતાં, અપશબ્દ કહી રહ્યા હતાં. પરંતુ બુદ્ધએ કોઇને કશું જ કહ્યું નહીં.
તે સમયે બુદ્ધ સાથે તેમનો એક શિષ્ય પણ હતો, તેનું નામ આનંદ હતું. આનંદે બુદ્ધને કહ્યું, હું સતત જોઇ રહ્યો છું કે અહીંના લોકો જાણી-જોઇને આપણું અપમાન કરી રહ્યા છે. આપણે આ જગ્યા છોડી દેવી જોઇએ. જ્યાં આપણું અપમાન થાય છે, જ્યાં સન્માન મળતું નથી, આવી જગ્યાએ આપણે રોકાવું જોઇએ નહીં.
બુદ્ધે આનંદને પૂછ્યું, 'આ જગ્યા છોડીને આપણે ક્યાં જઇશું?'
આનંદે કહ્યું, 'કોઇ અન્ય જગ્યાએ જઇએ.'
બુદ્ધએ કહ્યું, ' જો ત્યાં પણ આવી જ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો, તો પછી ક્યાં જઇશું? અને આપણે ક્યાં સુધી ભાગતાં રહીશું? તેનો કોઇ અંત નથી. અપમાન પણ એક સમસ્યા છે, એક મુશ્કેલી છે. આ લોકો આપણને અપમાનિત કરી રહ્યા છે. આપણે અહિંસા, ધૈર્ય સાથે જ પોતાની વિનમ્રતા અને શાલીનતાથી તેનો સામનો કરીશું. આપણે તેમના મનમાં આપણાં માટે જગ્યા બનાવીશું.'
બોધપાઠ- દુનિયામાં પરેશાની દરેક જગ્યાએ છે. દરેક પરેશાનીઓથી બચી શકાય નહીં. એટલે સમસ્યા ભલે ગમે તેવી હોય, તેનો સામનો કરવો જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.