તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, We Should Chant Shiva Mantra At Home To Get Peace Of Mind, Life Management Tips

આજનો જીવનમંત્ર:હાલ સરળ કામ કરવાનો સમય છે, બહાર જઈ શકો નહીં તો ઘરમાં રહીને જ ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- પ્રાચીન સમયમાં સૂતજી નામના એક પ્રસિદ્ધ ઋષિ હતાં. તેઓ કથા ખૂબ જ સારી રીતે સંભળાવતા હતાં. તેમની બોલવાની રીત અને પ્રેરક વિચારો બધાને આકર્ષિત કરતાં હતાં. તેઓ પોતાની કથામાં સમસ્યાઓનું સમાધાન પણ જણાવતા હતાં. આ કારણે રોજ ઘણાં લોકો તેમની કથા સાંભળવા આવતાં હતાં.

એક દિવસ થોડા ઋષિ પણ સૂતજી પાસે કથા સાંભળી રહ્યા હતાં. કથાની વચ્ચે એક ઋષિએ સૂતજીને પૂછ્યું, મોક્ષ કેવી રીતે મળે છે? અહીં મોક્ષનો અર્થ એવો થાય છે કે મનુષ્ય નિરાશા અને અશાંતિ સામે કેવી રીતે બચી શકે છે? બધાના જીવનમાં કોઇને કોઇ એવી ઘટના ઘટે છે, જે તેઓને અશાંત કરે છે.

સૂતજી બોલ્યા, શ્રવણ, મનન અને કીર્તન આ ત્રણ કામ કરવાથી નિરાશા અને અશાંતિ દૂર થઈ જાય છે.

ઋષિઓએ ફરી પૂછ્યું, જો કોઈ વ્યક્તિ આ ત્રણેય કામ કરી શકે નહી તો તેમને કેવી રીતે શાંતિ મળશે?

સૂતજીએ કહ્યું, વ્યક્તિએ શિવલિંગની પૂજા કરવી જોઈએ.

અહીં પ્રકૃતિમાં શિવલિંગના મહત્ત્વને જણાવવામાં આવ્યું છે. શિવજીના બે સ્વરૂપ છે. એક મૂર્તિ સ્વરૂપમાં અને બીજું શિવલિંગ સ્વરૂપમાં. શિવલિંગ ઉપર જળ-દૂધ ચઢાવવામાં આવે તો મન જલ્દી શાંત થઇ જાય છે.

સૂતજીએ આ વાત એટલે જણાવી કે દરેક સમસ્યાનો સરળ ઉપાય પણ હોય છે. બસ ઉપાયની જાણકારી હોવી જોઇએ. આ મુશ્કેલ છે કે દરેક વ્યક્તિ કથા સાંભળી લે, કીર્તન કરી લે અને મનન કરી લે, પરંતુ શિવલિંગ ઉપર જળ ચઢાવવું ખૂબ જ સરળ છે. જો કોઇ વ્યક્તિ એવું પણ કરી શકે નહીં તો તે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. તેનાથી મનને શાંતિ મળશે.

બોધપાઠ- આ સમયે કોરોના મહામારીના કારણે નકારાત્મકતા અને અશાંતિનું વાતાવરણ છે. બધાની અવર-જવર બંધ છે. લોકો ઘરમાં બંધ છે. મંદિર દર્શન અને તીર્થ યાત્રાએ જઈ શકતા નથી. આવી સ્થિતિમાં મન શાંત કરવા માટે ઘરમાં જ મંત્રનો જાપ કરી શકો છો. તેમાં કોઇ વધારે કોશિશ કરવાની નથી, અન્ય લોકોની જરૂરિયાત પણ નથી. આ કામ એકલા જ કરી શકાય છે. આ સમયે જે સરળ રીત અપનાવવામાં આવી શકે છે, તે અપનાવો. આ સમય મુશ્કેલ કામ કરવાનો નથી. પોઝિટિવ રહો.