તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, There Are Many Ways To Serve Humanity, Caring For A Helpless Sick Is The Greatest Service

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:માનવતાની સેવા માટે અનેક રીતે છે, કોઇ અસહાય બીમારીની દેખરેખ કરવી સૌથી મોટી સેવા છે

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • એક બૌદ્ધ ભિક્ષુને ડાયરિયા થઇ ગયો તો બુદ્ધ ભગવાને સ્વયં તે શિષ્યની આસપાસ સફાઈ કરી અને તે શિષ્ય ઠીક થયો ત્યાં સુધી દેખરેખ કરી

વાર્તા- એક દિવસ ગૌતમ બુદ્ધ તેમના આશ્રમમાં ફરી રહ્યા હતાં. તે સમયે તેમણે એક ખૂણામાં તેમના એક ભિક્ષુ જોયો. તે ભિક્ષુને ડાયરિયા થઇ ગયો હતો. નબળાઇના કારણે તે શ્વાસ પણ લઇ શકતો ન હતો. તેની આસપાસ ખૂબ જ ગંદકી પણ થઇ ગઇ હતી.

બુદ્ધે પોતાના શિષ્ય આનંદને કહ્યું, દવાઓ લઇને આવો, આપણે તેનો ઉપચાર કરીશું. તે પછી બુદ્ધ ભગવાને તે ભિક્ષુની આજુબાજુની જગ્યાની સફાઈ કરી. આનંદ દવા લઇને આવ્યો અને બીમાર ભિક્ષુને દવાઓ આપી.

ત્યાં જ અન્ય ભિક્ષુઓ પણ ઊભા હતાં. તેઓ બધું જોઇ રહ્યા હતાં. ત્યારે ભિક્ષુઓએ કહ્યું, તમે સ્વયં તેની આસપાસની ગંદકી સાફ કેમ કરી?

બુદ્ધજી બોલ્યાં, તમે લોકો મને સવાલ ન કરો. હું તમને લોકોને પૂછવા માગું છું કે તમે આપણાં જ આશ્રમના આ બીમાર ભિક્ષુની સેવા કેમ ન કરી? જ્યારે તમે લોકો જાણો છે કે, તે એકલો છે. અહીં કોઇ સંબંધી આવશે નહીં. અહીં આપણે જ એકબીજાના મિત્ર-સંબંધી છીએ. છતાંય તેની દેખરેખ કેમ ન કરી?

શિષ્યો પાસે બુદ્ધના સવાલનો કોઇ જવાબ હતો નહીં. બધા મૌન જ ઊભા હતાં અને બુદ્ધની વાતો સાંભળી રહ્યા હતાં.

બુદ્ધ પછી બોલ્યાં, બીમાર કોઇપણ હોઇ શકે છે. એકવાત હંમેશાં યાદ રાખો, જ્યારે તમે કોઇ બીમારની સેવા કરો છો ત્યારે તે સેવા પરમાત્માની સેવા માનવામાં આવે છે.

બોધપાઠ- આપણાં ઘર-પરિવારમાં, સંબંધીમાં, કોઇ મિત્ર કે કોઇ અજાણ્યો વ્યક્તિ બીમાર છે તો વ્યક્તિએ પોતાની શક્તિ પ્રમાણે તેની સેવા કરવામાં કોઇ ખામી રાખવી જોઇએ નહીં. કોઇ જરૂરિયાતમંદ બાળકના અભ્યાસની વ્યવસ્થા કરવી, કોઇ ગરીબ યુવતીના લગ્ન કરાવવા પણ માનવતા જ છે. પરંતુ, બીમારી દેખરેખ કરવી સૌથી મોટી સેવા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો