તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનો જીવનમંત્ર:મોટા સંકટના સમયે પરમાત્માનું ધ્યાન કરો અને પોઝિટિવિટી સાથે આગળ વધવું જોઈએ

23 દિવસ પહેલાલેખક: વિકાસ વર્મા
  • કૉપી લિંક

વાર્તા- સ્વામી વિવેકાનંદ વિદેશ યાત્રાએ હતાં. એક દિવસ તેઓ પોતાના થોડા અંગ્રેજ સાથીઓ સાથે જંગલમાં ફરી રહ્યા હતાં. તેમની સાથે મૂલર નામની એક મહિલા પણ હતી. તે લોકો જંગલમાં આગળ વધી રહ્યા હતાં, ત્યારે જ સામે એક બળવાન સાંઢ દોડીને આવી રહ્યો હતો.

સાંઢને જોઈને અંગ્રેજ સમજી ગયા કે ખતરો છે ત્યારે તેઓ બધા દોડીને એક નાના પહાડ પાછળ સંતાઈ ગયાં, પરંતુ ભાગતી સમયે મહિલા પડી ગઇ. હવે વિવેકાનંદજી ભાગી શકતા નહીં કે મહિલાને ઊભી કરવાનો પણ સમય હતો નહીં. સાંઢ ખૂબ જ નજીક આવી ગયો હતો.

સ્વામીજી મહિલાની આગળ જઈને ઊભા રહી ગયાં. તેમણે બંને હાથ કમર ઉપર રાખ્યા અને આંખ ખોલીને સાંઢની આંખમાં જોવા લાગ્યાં. જ્યારે સાંઢ બિલકુલ નજીક આવી ગયો ત્યારે વિવેકાનંદજીએ આંખ બંધ કરી લીધી. મહિલાએ તો આંખ બંદ કરીને વિચારી લીધું હતું કે હવે તેમનું મૃત્યુ નક્કી છે અને મારું પણ, પરંતુ થોડી ક્ષણ પછી બધાને આશ્ચર્ય થયું કે સાંઢ અટકી ગયો અને પાછો ફરી ગયો.

બધા જ અંગ્રેજ શરમમાં મુકાયા કે સ્વામીજી અને મહિલાને સંકટમાં એકલા છોડીને ભાગી ગયાં હતાં. મૂલરે સ્વામીજીને પૂછ્યું, તમે એવું શું કર્યું કે સાંઢ પાછો ફરી ગયો?

વિવેકાનંદજીએ કહ્યું, હું જાણું છું, મારી અંદર તે સાંઢ સામે લડવાની શારીરિક ક્ષમતા નથી, પરંતુ જીવનમાં જ્યારે મૃત્યુ જેવો ખતરો અંતિમ સ્થિતિમા હોય અને આપણી પાસે કોઈ રસ્તો ન હોય ત્યારે આપણી બધી શ્રદ્ધા ભગવાન ઉપર રાખવી જોઈએ. પરમાત્માની કૃપાથી આપણી શરીરની ઊર્જા ખૂબ જ તેજસ્વી થઈ જાય છે. જેના પ્રભાવથી પરિસ્થિતિ બદલાઈ શકે છે. મેં આ જ પ્રયોગ કર્યો છે. હવે તેને ભગવાનની કૃપા કહો કે ઊર્જાનો પ્રભાવ, સાંઢ પાછો ફરી ગયો.

બોધપાઠ- જીવનમાં થોડી સ્થિતિ એવી આવે છે જે અંતિમ સમય જેવી હોય છે. એવી પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરો અને પોઝિટિવ રહો. તમારી સંપૂર્ણ ઊર્જા પરિસ્થિતિનો સામનો કરવામાં લગાવી દો. આવું કરવાથી લાભ મળી શકે છે.