આજનો જીવનમંત્ર:મહિલાઓ 9 મહિના સુધી બાળકને ગર્ભમાં રાખે છે અને બધા કામ પણ કરે છે, માતા સમાન જેવું કોઈ મહાન નથી

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- પ્રશ્નોના ઉત્તર આપવામાં સ્વામી વિવેકાનંદની શૈલી ખૂબ જ વ્યવહારિક હતી. તેઓ જાણતા હતા કે માત્ર શબ્દોથી સિદ્ધાંતોને સમજાવી શકાય નહીં, તેમનો પ્રયોગ પણ કરવો પડે છે.

એકવાર એક વ્યક્તિએ સ્વામીજીને કહ્યું, તમે તમારા પ્રવચનોમાં માતાને ખૂબ જ મહત્ત્વ આપો છો. સ્ત્રીને માતા સ્વરૂપમાં કેમ પૂજવામાં આવે છે?

સ્વામીજી તે વ્યક્તિને શબ્દોથી સમજાવી શકતાં હતાં, પરંતુ તેમણે એક પ્રયોગ કરવા માટે કહ્યું, તેઓ બોલ્યાં, એક કામ કરો, પાંચ સેર વજનનો એક પત્થર લઈને આવો.

તે સમયે વજનની ભાષા આ જ હતી. પાંચ સેર એટલે લગભગ સાડા ચાર કિલો. તે વ્યક્તિ આટલો ભારે પત્થર લઈને આવ્યો.

વિવેકાનંદજી બોલ્યાં, આ પત્થરને એક કપડામાં લપેટીને પોતાના પેટ ઉપર બાંધી લો. હવે 24 કલાક જે પણ કામ કરો છો, તે કરતાં રહો અને પછી મારી પાસે આવવું.

તે વ્યક્તિ આજ્ઞાકારી હતો, તેણે પેટ ઉપર તે પત્થર બાંધી લીધો. દિવસભર કામ કર્યું, પરંતુ તે પરેશાન થઈ ગયો. તે વિચારી રહ્યો હતો કે મેં આ શું સવાલ પૂછી લીધો, જેના ઉત્તરમાં પત્થર પેટ ઉપર બાંધવો પડ્યો છે.

24 કલાક પછી તે વ્યક્તિ પેટ ઉપર બાંધેલાં પત્થર સાથે સ્વામીજી પાસે પહોંચ્યો. તેણે કહ્યું, તમે મને 24 કલાકની મુશ્કેલી તો આપી દીધી, હવે ઉત્તર પણ આપો.

વિવેકાનંદજીએ તે વ્યક્તિને કહ્યું, તમને આ મુશ્કેલી લાગે છે, પરેશાન થયા તો વિચાર કરો, એક માતા બાળકને પોતાના ગર્ભમાં રાખે છે તો તેનું વજન આટલું જ હોય છે. તમે 24 કલાકમાં પરેશાન થઈ ગયાં, પરંતુ સ્ત્રી નવ મહિના સુધી બાળકનું ધ્યાન રાખે છે અને સાથે જ જીવનના બધા જ કામ કરે છે, તે પછી તે બાળકને જન્મ આપે છે. આ મહત્ત્વ છે માતાનું.

બોધપાઠ- સ્ત્રીની માતા સ્વરૂપમાં પૂજા કરવી જોઈએ. ગર્ભાવસ્થાનો ભાર પુરૂષ ઉઠાવી શકે નહીં. માતા-બહેન સાથે જ બધી મહિલાઓનું સન્માન કરવું જોઈએ.