આજનો જીવનમંત્ર:તપસ્યા આપણે જ કરવાની છે અને અનુશાસન પણ આપણે જ રાખવાનું છે

12 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- આજે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જયંતિ છે. તેમની સાથે જોડાયેલો એક કિસ્સો છે. ઘટના તે સમયની છે, જ્યારે તેઓ સ્વામી વિવેકાનંદ નહીં, નરેન્દ્રનાથ તરીકે ઓળખાતા હતાં.

નરેન્દ્રનાથ જ્યારે પોતાના ઘરેથી કોઈ ધાર્મિક કામ માટે બહાર જતાં હતા ત્યારે તેમણે એક એવા વિસ્તારમાંથી પસાર થવું પડ્યું જ્યાં વૈશ્યાઓ રહેતી હતી. વૈશ્યાઓ ઘરની બહાર રસ્તા ઉપર પોતાની ગતિવિધિઓ કરતી હતી ત્યારે યુવા નરેન્દ્રનાથને ખૂબ જ શરમ આવતી હતી. આ કારણે તેમણે તે રસ્તાથી પસાર થવાનું છોડી દીધું. ત્યાર બાદ તેઓ એક ખૂબ જ લાંબા રસ્તાથી પસાર થઈને પોતાના લક્ષ્ય સુધી પહોંચતાં હતાં.

થોડા દિવસો પછી જ્યારે તેઓ વિવેકાનંદ તરીકે પ્રસિદ્ધ થયા ત્યારે વધારે પ્રતિષ્ઠાનો સવાલ હતો, આ કારણે તેઓ તે વિસ્તારમાંથી પસાર થઈ શકતાં નહીં, પરંતુ એક દિવસ અચાનક તેમના મનમાં વિચાર આવ્યો કે હું તે વિસ્તારમાંથી કેમ પસાર થઈ શકું નહીં. હવે મારા મનમાં કોઈપણ સ્ત્રી માટે કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં.

સ્વામીજીએ વિચાર્યું કે જોકે, વૈશ્યાઓની ગતિવિધિઓ માટે મારા મનમાં કોઈને કોઈ જગ્યાએ એક આકર્ષણ છે. મરી વાસના તે આકર્ષણ તરફ મને લઈને જાય છે. વિસ્તાર ખરાબ નથી, વાત મારા આકર્ષણના ભાવની છે. મારે આ આકર્ષણ નષ્ટ કરવું જોઈએ. તે પછી મારા મનમાં કોઈ ફરક પડશે નહીં.

આ વિચાર કર્યા પછી સ્વામીજીએ તે વિસ્તારમાંથી પસાર થવાનું શરૂ કરી દીધું. બધી વૈશ્યાઓ સ્વામીજીને જોતી, પરંતુ સ્વામીજીની હાજરીમાં વૈશ્યાઓ નતમસ્તક થઈ જતી અને મર્યાદિત થઈ જતી હતી. ધીમે-ધીમે સ્વામાજીને એવું લાગ્યું કે આ વૈશ્યાઓનો વિસ્તાર બંધ થઈ ગયો છે. તેમના મનમાં બધા પ્રકારના ભેદભાવ નષ્ટ થઈ ગયાં.

બોધપાઠ- સ્વામીજી આપણને બોધપાઠ આપે છે કે તપસ્યા આપણે જ કરવી જોઈએ, અનુશાસન પણ આપણે જ રાખવું જોઈએ. આપણાં મનના ખરાબ વિચાર જ આપણ બહારના અવગુણો દેખાડે છે. જો આપણે નિયંત્રણમાં રહીએ તો બહારની ખરાબ વાતો પણ આપણે પ્રભાવિત કરી શકતી નથી.