તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Swami Vivekanand And Maa Sharda Story, Motivational Story Of Swami Vivekanand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:કોઇનું દુઃખ દૂર કરવા માંગો છો તો આપણાં પોતાનામાં પણ દુઃખ સહન કરવાની ક્ષમતા હોવી જોઇએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવેકાનંદે તેમની ગુરુ માતા શારદાને છરી લાવીને આપી ત્યારે માતા સમજી ગયા કે તે સંસારની તકલીફ દૂર કરશે

વાર્તા- સ્વામી વિવેકાનંદ અને તેમની ગુરુ માતા શારદા સાથે જોડાયેલી ઘટના છે. વિદેશ યાત્રાએ જતાં પહેલાં વિવેકાનંદ માતા શારદા પાસે મંજૂરી અને આશીર્વાદ લેવા પહોંચ્યાં. તેમણે માતાને કહ્યું, માતા, હું સંસારના દુઃખને દૂર કરવા માંગું છું. હું વિશાળ યાત્રા પર જઇ રહ્યો છું. તમે મને આશીર્વાદમાં કોઇ એવો બોધપાઠ આપો, જે વિશ્વ કલ્યાણના ઉદેશ્યમાં મારા કામ આવી શકે.

માતા શારદા ખૂબ જ સહજ અને વિદ્વાન હતાં. તે ત્યારે રસોઈનું કામ કરી રહ્યા હતાં. તેમણે વિવેકાનંદની વાત સાંભળી અને રસોઈ ઘરમાં રાખેલી એેક છરી તરફ ઇશારો કરીને કહ્યું, મને તે છરી લાવીને આપો.

વિવેકાનંદજીએ છરી લાવીને આપી ત્યારે માતા શારદા બોલ્યાં, 'મારો આશીર્વાદ તમારી સાથે છે. હું જાણી ગઇ છું કે તમે સંસારની સેવા જરૂર કરશો'

આ વાત સાંભળીને વિવેકાનંદજી આશ્ચર્ય હતાં. તેમણે કહ્યું, 'માતા, માત્ર ચાકૂ આપવાથી તમે આ કેવી રીતે જાણી લીધું કે હું સંસારની સેવા કરી શકીશ?'

માતા શારદા બોલ્યાં, 'તમે જે રીતે છરી લાવીને મને આપી, તેનાથી હું આ વાત સમજી ગઇ છું'

વિવેકાનંદજીએ છરીની ધારવાળો ભાગ પોતાની તરફ કરીને પકડીને માતા શારદાને છરી આપી હતી.

માતા શારદાએ કહ્યું, 'તમારી પ્રવૃત્તિ દેખાય છે કે તકલીફ તમે જાતે સહન કરશો અને સુરક્ષા અન્યને આપશો.'

બોધપાઠ- જે વ્યક્તિ જાતે કષ્ટ ભોગવીને અન્યને સુખ આપે છે, તે વ્યક્તિ માનવતાની સેવા કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો