• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Swami Ramtirth Story, If You Want To Get Happiness, You Must Help Humans.

આજનો જીવનમંત્ર:સુખ મેળવવા ઇચ્છો છો તો વ્યક્તિની સેવા કરવી જોઈએ

5 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એક ખૂબ જ ધનવાન મહિલા હતી, તેનો એક જ દીકરો હતો. કોઈ બીમારીના કારણે મહિલાના દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. દીકરાના મૃત્યુ પછી તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી

મહિલા અનેક લોકો પાસે જતી અને પૂછતી હતી કે મારા જીવનમાં ફરી સુખ કેવી રીતે આવી શકે છે. હું આનંદમાં જીવવા ઇચ્છું છું. અનેક લોકોએ મહિલાને કહ્યું કે તમે સ્વામી રામતીર્થ પાસે જાવ. એક તેઓ જ છે જે તમને આનંદ પ્રાપ્તિનો રસ્તો જણાવી શકે છે.

ધનવાન મહિલા સ્વામી રામતીર્થ પાસે પહોંચી અને પોતાની પરેશાની જણાવી. સ્વામી રામતીર્થે કહ્યું, આ સંસારમાં દરેક વાતનું દરેક વસ્તુની એક કિંમત હોય છે. તમને પણ સુખ મળી શકે છે, પરંતુ સુખ માટે તમારે કોઈ કિંમત ચૂકવવી પડે છે.

મહિલાએ કહ્યું, મારી પાસે ધનની કોઈ ખોટ નથી. તમે જેટલું ઇચ્છશો, હું તેટલું જ ધન આપવા માટે તૈયાર છું.

રામતીર્થે કહ્યું, તમે સુખ મેળવવા ઇચ્છો છો, આનંદની દુનિયામાં ઉતરવા ઇચ્છો ચો તો ત્યાં આ ધન-સંપત્તિની કોઈ કિંમત નથી. ત્યાં થોડા અનોખા નિર્ણય લેવા પડે છે.

મહિલાએ કહ્યું, હું પણ એવા નિર્ણય લઈ શકીશ.

રામતીર્થે ત્યાં ઊભેલાં એક અનાથ બાળકને બોલાવ્યો અને કહ્યું, આ બાળકને હું ઓળખું છું, તેના માતા-પિતા નથી. ખબર નહીં આ મોટો થઈને શું બનશે? હું તમને આ બાળક સોંપું છું, તમે તેને દત્તક લઈ લો અને તેનો ઉછેર કરો.

મહિલાએ કહ્યું, આ તો શક્ય નથી.

રામતીર્થે કહ્યું, તો પછી તમારા જીવનમાં સુખ આવવું પણ શક્ય નથી. જો તમે સુખ મેળવવા ઇચ્છો છો તો વ્યક્તિની સેવા કરો.

બોધપાઠ- કોઈ દુઃખી, પરેશાન વ્યક્તિ જોવા મળે તો તેની મદદ કરવી જોઈએ. આવા લોકોની મદદ કરવાથી આપણને સુખ મળી શકે છે. આનંદ શરતો સાથે મળતો નથી, આનંદ સંવેદનાઓ સાથે મળે છે.