આજનો જીવનમંત્ર:કોઈ પદ મળે કે કોઈ પ્રશંસા કરે છે તો સ્વભાવમાં ઘમંડ આવી જાય છે, આ અવગુણથી બચવું

7 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સ્વામી રામતીર્થના આશ્રમમાં એક અંગ્રેજ આવ્યો. તેણે સ્વામીજીને મળવા માટે સમય લીધો હતો. સ્વામી રામતીર્થનો વાતચીત કરવાનો અંદાજો નિરાળો હતો. તે અંગ્રેજ સ્વામીજી વિશે જાણતો હતો. જ્યારે અંગ્રેજ વ્યક્તિ અને સ્વામી રામતીર્થજીની વાતચીત શરૂ થઈ ત્યારે સ્વામીજીએ પૂછ્યું, તમે કયા ઉદેશ્યથી અહીં આવ્યાં છો?

અંગ્રેજે કહ્યું, હું અમેરિકાના અમુક વિશ્વવિદ્યાલયોનો પ્રતિનિધિ બનીને તમારી પાસે આવ્યો છું. તમે જ્યારે-જ્યારે અમેરિકા આવો છો, અમે તમારા પ્રવચનો સાંભળીએ છીએ. તમારા વિચારોથી અને તમારી બુદ્ધિમાનીથી અમે ખૂબ જ પ્રભાવિત છીએ. અમે એક નિર્ણય લીધો છે કે અમે તમને એક ઉપાધિ આપવના ઇચ્છિએ છીએ. તમે તેનો સ્વીકાર કરો.

તમારી પ્રશંસા સાંભળીને સ્વામી રામતીર્થ હંમેશાં તે પ્રશંસાના બે ટુકડા કરી દેતાં હતાં. પ્રશંસા શરીરને સોંપી દેતા અને આત્માને મુક્ત કરી દેતાં હતાં. તેઓ કહેતા હતા કે હું રામ છું, પ્રશંસા આ શરીરની થઈ રહી છે. ક્યારેય-ક્યારેક તેઓ કહેતા હતાં કે મારી એટલી પ્રશંસા ન કરો, નહીંતર રામ બગડી જશે. આ પ્રકારે તેઓ પોતાને પ્રશંસાથી અલગ કરી લેતાં હતાં.

ઉપાધિની વાત સાંભળીને સ્વામીજીએ હસીને કહ્યું, જુઓ, હું પહેલાંથી બે કલંકોથી પરેશાન છું.

આ વાત સાંભળીને અંગ્રેજની સાથે ત્યાં બેઠેલાં બધા જ લોકો આશ્ચર્ય પામ્યા. બધાએ કહ્યું કે બે કલંક અને તે પણ તમારા ઉપર?

સ્વામીજીએ કહ્યું, હા, એક તો મારા નામની આગળ સ્વામી લગાવવામાં આવ્યું છે અને બીજું મેં એમ.એ પાસ કર્યું છે તો ક્યારેક-ક્યારેક મારા નામ પાછળ એમ.એ લખવામાં આવે છે. હવે આ બે ડિગ્રીઓ પહેલાં જ મને ખૂબ ભારે પડે છે. આ બે ડિગ્રીઓ સાથે જ ઉપાધિ, પ્રતિષ્ઠા, કીર્તિ, યશ આ બધુ મળીને આપણી અંદર ઘમંડ વધારે છે. મને લાગે છે કે બેકારની ઉપાધિ અને પ્રશંસા જો જોડાય જાય તો બની શકે છે આપણે અહંકારી થઈ જઈએ, અહંકાર આપણી સાધનામાં વિઘ્ન બની શકે છે. રામ તમને ધન્યવાદ આપે છે. તમે પધારો.

બોધપાઠ- પ્રશંસા કે કોઈ મોટી સફળતા મળે ત્યારે તેમાંથી ઘમંડને અલગ કરી દેવો જોઈએ. અહંકારથી પોતાને બચાવો. ખ્યાતિ કે પ્રશંસા મળવી ખરાબ વાત નથી, પરંતુ આપણે ઘમંડ કરવો જોઈએ નહીં.