આજનો જીવન મંત્ર:જો અન્ય લોકો આપણી અવગણના કરી રહ્યા છે, ત્યારે પણ આપણે કોઇની નિંદા કરવી જોઇએ નહીં

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • શેખ સાદીના સાથી વિદ્યાર્થી તેમની ખૂબ જ અવગણના કરતાં હતાં, એક દિવસ તેઓ પણ તેમના ગુરુ પાસે સાથીઓની ચુગલી કરવા પહોંચી ગયા

વાર્તા- 13મી સદીમાં ઈરાનમાં શેખ સાદી નામના ખૂબ જ પ્રસિદ્ધિ સાહિત્યકાર હતાં. જ્યારે તેઓ વિદ્યાર્થી હતાં, તે સમયે પણ તેમનું દિમાગ ખૂબ જ તેજ હતું. જેના કારણે તેઓ જે એકવાર વાંચી લેતાં હતાં, તે હંમેશાં તેમને યાદ રહેતું હતું. ઓછી ઉંમરમાં પણ તેઓ મુશ્કેલ શબ્દોને પણ યોગ્ય રીતે સમજી લેતાં હતાં.

શેખ સાદીની બુદ્ધિમાનીના કારણે તેમની સાથેના અન્ય વિદ્યાર્થીઓ તેમનાથી ઇર્ષ્યા રાખતાં હતાં. આ કારણે ઘણાં બાળકો તેમની અવગણના કરતાં હતાં. શેખ સાદી કોઇ જવાબ આપતાં ન હતાં. તેમણે તેમના ઘરના વડીલોથી સાંભળ્યું હતું કે જે લોકો અવગણના કરે છે, તેઓ એક દિવસ નરકમાં જશે. અવગણના કરનાર સ્વયં પરેશાન થશે અને અશાંત થઇ જશે, કેમ કે આ યોગ્ય બાબત નથી.

ઘણાં દિવસો સુધી આવું ચાલતું રહ્યું. પછી એક દિવસ તેઓ તેમના ગુરુ પાસે પહોંચ્યાં અને બોલ્યાં. હું મારી યોગ્યતા દ્વારા અભ્યાસ કરું છું, પરંતુ હું એવું જોઇ રહ્યો છું કે મારા સાથી મારી ખૂબ જ આલોચના કરે છે અને ક્યારેય તેઓ તમારી પાસે પણ મારી ચુગલી કરવા આવે છે તો તેમને જરૂર નરક મળશે. તેઓ ક્યારેય ખુશ રહેશે નહીં.

શેખ સાદીના ગુરુએ કહ્યું, શેખ તમે જેની ફરિયાદ કરી રહ્યા છો, હાલ તમે પણ તેમની જ ચુગલી કરી રહ્યા છો. તમે પણ તે જ ભૂલ અને અપરાધ કરી રહ્યા છો, જેની ફરિયાદ તમે લઇને આવ્યાં છો. હવે તમારામાં અને તે લોકોમાં શું ફરક રહી ગયો છે.

પોતાના ગુરુની વાત સાંભળીને શેખ સાદી સમજી ગયાં. જો અન્યની કોઇ ખરાબ આદત છે તો તે ગંદી આદત આપણે અપનાવવી જોઇએ નહીં.

બોધપાઠ- અનેકવાર આપણે જોઇએ છીએ કે અન્ય લોકો ખોટાં કામ કરી રહ્યા હોય છે, પરંતુ આપણે તે સમજી શકતાં નથી કે આપણે પણ તે ભૂલો કરી લઇએ છીએ. જો અન્ય લોકો આપણી નિંદા કે ચુગલી કરી રહ્યા છે તો તે તેમની રીત છે. આપણે તેવું કરવું જોઇએ નહીં.