આજનો જીવનમંત્ર:જ્યાં સુધી અહંકાર હશે, આપણે સારા લોકોની નજીક જઈ શકીએ નહીં

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- વિશ્વામિત્ર ક્ષત્રિય રાજા હતાં, પરંતુ તપ-તપસ્યા કરીને બ્રહ્મર્ષિનું પદ ઇચ્છતાં હતાં અને તેના માટે તેઓ હંમેશાં કોશિશ કરતા રહેતાં હતાં. ઋષિ-મુનિઓના સમાજે તેમને કહ્યું કે જ્યાં સુધી વશિષ્ઠ મુનિ તમને બ્રહ્મર્ષિ કહેશે નહીં ત્યાં સુધી તમે રાજસી જ કહેવાશો.

વિશ્વામિત્રજીને રાજસી સાંભળવું પસંદ હતું નહીં અને વશિષ્ઠજી તેમને બ્રહ્મર્ષિ કહેતાં નહીં. વશિષ્ઠજી અને વિશ્વામિત્રજીમાં ખેંચતાણ ચાલતી રહેતી હતી. એકવાર વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે આજે જઈએ અને વશિષ્ઠને પરાજિત કરીને, દબાણ બનાવીને અને હિંસાથી તેમના મુખથી કહેવડાવીશ કે વિશ્વાસમિત્ર બ્રહ્મર્ષિ છે.

આ વિચાર કરીને વિશ્વામિત્રજી વશિષ્ઠજીના આશ્રમ પહોંચી ગયાં. રાત હતી, પરંતુ ચાંદની રાત હતી. તે સમયે વશિષ્ઠજી પોતાની પત્ની અરુંધતિજી પાસે બેઠા હતાં અને બંને વાતચીત કરી રહ્યા હતાં. અરુંધતિજીએ કહ્યું, આજે વાતાવરણ ખૂબ જ દિવ્ય છે. જુઓ કેટલી નિર્મળ ચાંદની છે.

આગળ વાત પૂર્ણ કરતાં જ વશિષ્ઠજીએ કહ્યું, સાચે જ, આજની ચાંદની વિશ્વામિત્રની તપસ્યાના તેજ જેવી છે.

આ વાત સાંભળ્યા પછી વિશ્વામિત્રજીએ વિચાર્યું કે મેં આક્રમણ કર્યું, તેમના પુત્રની હત્યા કરી, હંમેશાં તેમની નિંદા કરી અને આ મારા તપને લઈને એકાંતમાં પત્ની સામે એટલી સારી ટિપ્પણી કરી રહ્યા છે.

વશિષ્ઠજીની વાત સાંભળીને વિશ્વામિત્રજીને ખૂબ જ દુઃખ થયું. પોતાના શસ્ત્ર છોડ્યા અને દોડીને વશિષ્ઠજીના પગમાં પડ્યા અને પ્રણામ કર્યાં. વશિષ્ઠજીએ તેમને ઊભા કર્યા અને બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર હું તમારું સ્વાગત કરું છું.

વિશ્વામિત્રજીને સમજાઈ ગયું કે જ્યાં સુધી ગુસ્સો, અહંકાર, હિંસા, દુર્ગુણ છોડશે નહીં, ત્યાં સુધી કોઈ કેવી રીતે બ્રહ્મર્ષિ બનશે. વશિષ્ઠ બ્રહ્મર્ષિ એટલે છે કે વિશ્વામિત્રજીએ તેમના પ્રત્યે એટલો અપરાધ કર્યો છતાંય તેમણે માફ કરી દીધાં. માફ કરવું વડીલોનું આભૂષણ છે.

બોધપાઠ- જો આપણે અહંકારી છીએ તો સારા લોકો આપણાં જીવનમાં આવશે નહીં. આપણે હંમેશાં વિનમ્ર થવાનું છે, ગુસ્સો, અહંકાર અને અવગુણોથી બચવાનું છે, આચરણ સારું રાખવું, ત્યારે આપણે સારા લોકો પાસેથી માન-સન્માન મળે છે.