• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Swami Vivekanand, We Should Help Others With Our Money, We Should Use Our Money In Service Of Humanity

આજનો જીવનમંત્ર:જો આપણી પાસે ધન હોય તો તેનો ઉપયોગ માનવતાની સેવા માટે કરવો જોઈએ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલો કિસ્સો છે. વિવેકાનંદજી હિમાલયમાં ભ્રમણ કરી રહ્યા હતાં. તેઓ એકાંત સ્થાને તપસ્યા કરવા ઇચ્છતાં હતાં. તે સમયે સૂચના મળી કે કોલકાતામાં પ્લેગ ફેલાઈ ગયો છે અને આ બીમારી અનિયંત્રિત થઈ ગઈ છે. લોકો સતત મૃત્યુ પામી રહ્યા હતાં.

આ સૂચના મળ્યા પછી વિવેકાનંદજીએ વિચાર કર્યો કે મારે કોલકાતા પહોંચવું જોઈએ. આવું વિચારીને તેઓ હિમાલયથી તરત કોલકાતા પહોંચી ગયાં.

વિવેકાનંદજીએ કોલકાતામાં એક ખૂબ જ મોટું મેદાન ભાડે લીધું અને રોગીઓના ઇલાજ માટે ત્યાં એક વિશાળ શિબિરનું આયોજન કર્યું, પરંતુ તેમના સેવકોએ તેમને સૂચના આપી કે આ કામમાં જેટલું ધન જોઈએ, તેટલું ધન આપણી પાસે નથી.

સ્વામીજીએ સેવકોને કહ્યું, થોડા દિવસો પહેલાં આપણે આપણાં મઠ માટે એક જમીન ખરીદી હતી. હાલ કે જમીન વધારે મોંઘી થઈ ગઈ છે. આપણે તે જમીન ઉપર બાંધકામ કરવા માટે ધનની જરૂરિયાત હતી. તે ધન આપણે એકઠું કરી શક્યા નથી એટલે જમીન ખાલી પડી છે. હવે આ બીમારી આવી ગઈ છે. મારી બધાને વિનંતી છે કે આપણે તે જમીન વેચી દેવી જોઈએ.

લોકોએ કહ્યું, આ જમીનને આપણે ખૂબ જ મહેનતે ખરીદી છે. હવે તમે તેને વેચવાની વાત કરી રહ્યા છો.

વિવેકાનંદજીએ કહ્યું, આ જમીનને વેચવાથી જે ધન આવશે, તે માનવતાની સેવામાં કામ આવશે. આપણે લોકો તો સાધુ છીએ, સંન્યાસી છીએ, જમીન હોય તો કઈંક બનાવી લીધું હોત, પરંતુ જમીન નહીં હોય તો ઝાડના છાયામાં સૂઈ જઈશું. ભિક્ષા માગીને ખાઈ લઈશું. મઠને જ્યારે બનવાનું હશે, ત્યારે બની જશે. હાલ માનવતાની સેવામાં પરેશાની આવવી જોઈએ નહીં.

તે પછી સ્વામીજીએ તે જમીન વેચીને માનવતાની સેવા કરી.

બોધપાઠ- જો આપણી પાસે ધન છે તો તેને કેવા કાર્યોમાં ખર્ચ કરવું જોઈએ, તે પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ, માનવતાન સેવા. જ્યારે કોઈ મહામારી અનિયંત્રિત થઈ જાય છે ત્યારે અનેક લોકો તેનો સામનો કરી શકતા નથી. આવી સ્થિતિમાં જે લોકો સમર્થ છે, તેમણે ધન માનવતાની સેવામાં ખર્ચ કરવું જોઈએ.