તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Swami Vivekanand About Success, Life Management Tips By Vivekanand

આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઇ વાત સાંભળો ત્યારે સાવધાન રહો, બેદરકારીમાં કોઇ વાતનો ખોટો અર્થ સમજી લેશો તો નુકસાન થઇ જશે

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સ્વામી વિવેકાનંદ પોતાના નવા શિષ્યોને એક વાર્તા જરૂર સંભળાવતાં હતાં. તે વાર્તા એવી હતી કે કોઇ ગામની બહાર એક નાની ઝૂંપડી હતી. ઝૂંપડીમાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે રહેતો હતો. ઝૂંપડી બહાર થોડાં છોડ હતાં. એક દિવસ તે છોડમાં એક સિંહ શિકારની શોધમાં આવીને સંતાઇ ગયો.

પતિએ પત્નીને કહ્યું, સંધ્યાના આવવાનો સમય છે, બધું કામ જલ્દી પૂર્ણ કરી લો. આ વાત સિંહે પણ સાંભળી લીધી. અહીં સંધ્યાનો અર્થ સાંજ હતો, પરંતુ સિંહને સંધ્યાનો અર્થ ખોટો સમજાઇ ગયો. સિંહે વિચાર્યું કે સંધ્યા કોઇ મોટી શક્તિ હશે, જેના આવવાના ભયથી આ વ્યક્તિ કામ પૂર્ણ કરવાની વાત કહી રહ્યો છે. આ વિચાર આવતાં જ સિંહ થોડો વધારે પાછળ જઇને સંતાઇ ગયો.

તે જ સમયે ગામનો એક વ્યક્તિનો ગધેડો ક્યાંક જતો રહ્યો હતો. તે પોતાના ગધેડાને શોધી રહ્યો હતો. રાત થઇ ગઇ હતી એટલે અંધારું થઇ ગયું. ગધેડાને શોધતો-શોધતો તે વ્યક્તિ ગામની બહાર તે ઝૂંપડી પાસે પહોંચી ગયો. તેને જોયું કે છોડ પાછળ કોઇ સંતાયેલું છે.

તે વ્યક્તિ છોડ પાસે ગયો અને જોરથી દંડો માર્યો. દંડો સિંહને વાગ્યો, પરંતુ તે વ્યક્તિએ વિચાર્યું કે તે ગધેડો છે. વ્યક્તિએ સિંહ ઉપર પોતાનો સામાન રાખ્યો અને દંડા વધારે મારવા લાગ્યો. સિંહને લાગ્યું કે લગભગ આ જ સંધ્યા છે. ભયભીત થયેલો સિંહ વ્યક્તિ પાછળ તેનો સામાન ઉપાડીને ચાલવા લાગ્યો. રસ્તામાં એક અન્ય સિંહ આવી ગયો.

બીજા સિંહે સંતાઇને જોયું કે તેના મિત્રની આવી સ્થિતિ થઇ ગઇ છે. તેણે ભયભીત થયેલાં સિંહને તેનું કારણ પૂછ્યું, પહેલાં સિંહે કહ્યું, સંધ્યા આવી ગઇ છે, તે ખૂબ જ શક્તિમા છે. તેના ભયથી બધા વ્યક્તિ પોતાનું કામ જલ્દી પૂર્ણ કરી રહ્યા છે. તેણે મને દંડો પણ માર્યો. એટલે હું ડરી ગયો છું.

બીજા સિંહે કહ્યું, તું ખોટી વાત સમજીને ડરી રહ્યો છે. આ વ્યક્તિ છે અને તે તને ગધેડો સમજીને દંડો મારી રહ્યો છે. જ્યારે તું તો સિંહ છે. તે સંધ્યાનો અર્થ ખોટો સમજી લીધો છે.

બોધપાઠ- આપણે કોઇપણ વાતને સાવધાનીથી સાંભળવી જોઇએ. જો સાંભળતી વખતે બેદરકારી કરશો તો કોઇપણ વાતનો ખોટો અર્થ સમજી લઇશું. તેનાથી નુકસાન થઇ શકે છે. અધૂરી અને ખોટી જાણકારી આપણાં માટે પરેશાનીઓ વધારી શકે છે. એટલે સમજી-વિચારીને કોઇ પરિણામ ઉપર પહોંચવું જોઇએ.