તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Swami Vivekanand About Success And Problems, How To Get Success, Life Management Tips

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:ભાગી જવાથી સમસ્યાઓ વધી જાય છે, ભય વિના તેમનો સામનો કરશો તો સફળતા જરૂર મળશે

23 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- સ્વામી વિવિકાનંદ કાશી વિશ્વનાથના દર્શન માટે પહોંચ્યાં હતાં. તે સમય મંદિરમાં અનેક વાંદરા હતાં. જ્યારે સ્વામીજી મંદિરમાંથી બહાર આવી રહ્યા હતાં, ત્યારે તેમની પાછળ અનેક વાંદરા હતાં. સ્વામીજી વાંદરાઓથી ડરીને ઝડપથી આગળ વધવા લાગ્યાં.

સ્વામીજીના માથા ઉપર પાઘડી હતી. તેમણે લાંબા-લાંબા કપડા પહેર્યાં હતાં. હાથમાં થોડી પુસ્તકો પણ હતી. વાંદરાને એવું લાગી રહ્યું હતું કે આ વ્યક્તિ પાસે ભોજન માટે કોઇ વસ્તુ મળી શકે છે. એટલે તેઓ સ્વામીજીનો પીછો કરી રહ્યા હતાં. તેમના કપડાં પણ ખેંચી રહ્યાં હતાં.

વાંદરાને જોઇને સ્વામીજી ગભરાઇ ગયાં. તેમણે વિચાર્યું કે હું અહીં રોકાયો તો વાંદરાઓ મને નુકસાન પહોંચાડી દેશે. જેટલું સ્વામીજી ઝટપથી ભાગતાં, વાંદરાઓ પણ તેમની પાછળ-પાછળ ભાગતાં હતાં. વાંદરાઓ તેમને છોડવા તૈયાર હતાં નહીં. સ્વામીજીની આસપાસ અનેક લોકો હતાં, પરંતુ બધા જ લોકો આ તમાશો જોઇ રહ્યા હતાં, કોઇપણ મદદ કરવા તૈયાર હતા નહીં.

તે સમયે એક વૃદ્ધ વ્યક્તિ જોરથી બોલ્યો, ભાગો નહીં અને ડરો નહીં. ઊભા રહી જાવ.

સ્વામીજી ચિંતનશીલ હતાં, તેમણે જેવા આ શબ્દો સાંભળ્યાં, તેઓ તરત રોકાઇ ગયાં. તેમણે વાંદરાઓને જોઇને બંને હાથ ઉપર કરી લીધા ત્યારે બધા વાંદરાઓ ત્યાંથી જતાં રહ્યાં.

તે પછી સ્વામીજીએ અનેકવાર પોતાના પ્રવચનોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

બોધપાઠ- સ્વામીજી કહેતાં હતાં, મેં તે અજાણ અવાજ અને વાંદરાઓ પાસેથી એક મહત્ત્વપૂર્ણ બોધપાઠ લીધો હતો. જો આપણે ભાગીશું તો આપત્તીઓ વધવા લાગશે. એટલે ભાગો નહીં, ઊભા રહી જાવ, સમજો અને મુશ્કેલીઓનો સામનો કરો. ત્યારે જ આપણે આપણાં લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો