રામાયણમાં સીતાજીના સ્વયંવર સાથે જોડાયેલો કિસ્સો છે. શ્રીરામે ધનૂષ ઉપાડીને પ્રત્યંચા ચઢાવવાની કોશિશ કરી ત્યારે ધનૂષ તૂટી ગયું હતું. તે પછી સ્વયંવરના સભાગરમાં પરશુરામજીનું આગમન થયું ત્યારે ત્યાં રહેલાં બધા લોકો ગઙરાઇ ગયાં હતાં.
પરશુરામજીએ જેવું જ જોયું કે ધનૂષ તૂટ્યું છે ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયાં. બધા રાજા પોતાનો, પોતાના પિતા અને વંશનું નામ બોલીને પરશુરામજીને પ્રણામ કરીને પાછળ ઘસી ગયાં. પરશુરામજીએ ગુસ્સામાં કહ્યું, જે વ્યક્તિએ આ ધનૂષ તોડ્યું છે, તેને હું જીવિત છોડીશ નહીં.
ત્યાં રહેલ રાજા એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે આપણે તો બચી ગયાં. હવે જોઈએ, આ બે રાજકુમારો સાથે શું થાય છે. લક્ષ્મણ આગળ આવી ગયાં. લક્ષ્મણ ગુસ્સેવાળા સ્વભાવના હતાં ત્યારે તેમનો પરશુરામજી સાથે વિવાદ થવા લાગ્યો. ત્યારે શ્રીરમ આ બંનેની વચ્ચે આવ્યા અને તેમને શાંત કર્યાં.
આ સંપૂર્ણ ઘટનાક્રમ દરબારમાં હાજર લોકો ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતાં. પરશુરામજીથી બધા લોકો ગભરાતાં હતાં. શ્રીરામ પણ વિચારી રહ્યા હતાં કે હું આજે જાહેરમાં પહેલીવાર આટલાં મોટા વ્યક્તિ સામે આવ્યો છું તો મારે તેમની સાથે સારો વાર્તાલાપ થઈ જાય તો બધા રાજાઓને સંદેશ મળી જશે કે એક નવી શક્તિ રામ સ્વરૂપમાં આવી ગઈ છે.
પરશુરામ પહેલાં તો શ્રીરામ ઉપર ગુસ્સે થયાં, પરંતુ પછી તેમણે કહ્યું, જો તમે આટલાં સમર્થ હોય તો મારા શસ્ત્રને ચલાવીને બતાવો.
પરશુરામ કઇંક બીજું કહે તે પહેલાં જ તેમનો ફરસો અને ધનૂષ સ્વયં જ શ્રીરામ પાસે પહોંચી ગયાં. આ જોઈને પરશુરામ સમજી ગયા કે રામ અવતાર થઇ ગયો છે અને જે કામ મેં અધૂરું છોડ્યું છે, તે કામ રામ પૂર્ણ કરશે. જે પરશુરામ ગરજી રહ્યા હતાં, તે તરત જ વિનમ્ર થઇ ગયાં. તેમણે પ્રણામ કરીને બંને ભાઇઓને કહ્યું, તમે બંને ક્ષમાના મંદિર છો, કૃપા કરીને મને માફ કરો. માફી માગીને પરશુરામ ત્યાંથી જતાં રહ્યાં.
બોધપાઠ- પરશુરામજીએ અહીં આપણને એક સંદેશ આપ્યો છે કે જ્યારે આપણું લક્ષ્ય પૂર્ણ થઇ જાય ત્યારે તેના કારણે અહંકાર ન કરો. જો કોઈ બીજા વ્યક્તિ સારું કામ કરી રહ્યા છે તો તેને કરવા દો. પરશુરામે શ્રીરામ પાસે માફી માગીને આપણને બોધપાઠ આપ્યો છે કે દુનિયામાં સૌથી મોટું કોઈ અન્ય છે અને તેમની સામે નમવું મોટાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.