આજનો જીવનમંત્ર:જ્યારે મન અશાંત થઈ જાય ત્યારે મંત્રનો જાપ કરીને મેડિટેશન કરો

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

શુકદેવજી ભાગવત કથા સાંભળી રહ્યા હતાં, પ્રમુખ શ્રોતા રાજા પરીક્ષિત હતાં. રાજા પરીક્ષિતએ એક પ્રશ્ન પૂછ્યો, કળિયુગમાં લોકો આટલા બેચેન કેમ રહે છે? લોકોનું મન શાંત કેમ રહેતું નથી? દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મારી ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય.

શુકદેવજીએ કહ્યું, આ વાત એક દિવસ પૃથ્વીએ ભગવાનને પૂછી હતી. પૃથ્વીએ ભગવાનને કહ્યું હતું કે આ રાજા જેઓ સ્વયં મૃત્યુના રમકડાં છે. આ બધા જ મને જીતવા માગે છે. અત્યાર સુધી મને એટલે ધરતીને કોઈપણ ઉપર લઇ જઇ શક્યું નથી.

શુકદેવજીએ આગળ કહ્યું, પૃથ્વીએ આ વાત એટલે કહી હતી, કેમ કે ધરતી ઉપર જે ધન-સંપત્તિ બને છે, બધા જ ઝઘડા તેના માટે છે. બધા ઇચ્છે છે કે મારી પાસે અન્ય કરતા વધારે વૈભવ હોય, તેના માટે બધા લોકો યુદ્ધ કરતા રહે છે. જે દિવસે લોકો મૃત્યુ પામશે ત્યારે આ બધું જ અહીં છૂટી જશે. રાજા નહુષ, રાજા ભરત, શાંતનુ, રાવણ, હિરણ્યાક્ષ, તારકાસુર આ બધા મોટા-મોટા શક્તિશાળી રાજા હતાં, પરંતુ ખાલી હાથ જ ગયાં. ધરતીને કોઈ લઈને ગયું નહીં. જે લોકો એવી ઘોષણા કરે છે કે ધન-સંપત્તિ, જમીન-જાયદાદ મારી છે, તેઓ પણ આ દુનિયા છોડીને ગયાં છે.

પરીક્ષિતે પૂછ્યું, કળિયુગમાં આટલી અશાંતિ છે તો શાંતિ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? રહેવાનું તો આ દુનિયામાં જ છે અને બધા કામ પણ કરવાના છે. ખરાબ કામ વધતા જઈ રહ્યા છે. પરિવારની શાંતિ દૂર થઈ ગઇ છે. સંબંધોનો અર્થ બદલાઈ ગયો છે. એવા સમયમાં લોકો શાંતિથી કેવી રીતે રહી શકે છે.

શુકદેવજી કહે છે, જે લોકો ભગવાનનું નામ જપે છે, ભજન, પૂજાપાઠ અને ધ્યાન કરે છે, તેમને શાંતિ મળે છે. પોતાના આરાધ્યના નામનો જાપ કરો. મંત્રજાપ કરવાથી શરીરમાં જે પરિવર્તન થશે, તે આપણે શાંત કરીશું.

બોધપાઠ- શુકદેવજીએ શાંતિ મેળવવાની જે રીત જણાવી છે, તેને યોગ કહેવામાં આવે છે. એટલે જ્યારે આપણી આસપાસનું વાતાવરણ અશાંત હોય, આપણને નકારાત્મક અનુભવ થવા લાગે ત્યારે આપણાં આરાધ્યના મંત્રનો જાપ કરવો જોઈએ. દરરોજ યોગ અને મેડિટેશન કરો. આવું કરવાથી વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે શાંત રહીશું.