આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઈ મોટું કામ કરો ત્યારે ઘરના વડીલો, ગુરુ અને સાધુ-સંતો પાસેથી સલાહ ચોક્કસ લેવી

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

શ્રીરામજીએ એક દિવસ પોતાના નાના ભાઈ શત્રુઘ્નને કહ્યું, લવણાસુર નામનો રાક્ષસ મધુવનમાં રહે છે અને ઋષિ-મુનિઓને પરેશાન કરે છે. ખાસ કરીને ચ્યવન ઋષિ તેમનાથી ખૂબ જ દુઃખી છે. હું તમને આદેશ આપું છું કે તમે મધુવન જઈને તે રાક્ષસનો વધ કરો, હું તમને ત્યાંના રાજા બનાવી દઇશ.

શ્રીરામ નિર્ણય લઈ ચૂક્યા હતા કે મધુવનના રાજા શઋુઘ્ન જ હશે. શત્રુઘ્ન જ્યારે મધુવન પહોંચ્યા ત્યારે તેમણે ચ્યવન ઋષિને પૂછ્યું, તમે મને સલાહ આપો કે લવણાસુરને કેવી રીતે મારી શકાય? કેમ કે તેમની પાસે એક અજેય શસ્ત્ર છે.

ચ્યવન ઋષિએ કહ્યું, જ્યારે લવણાસુર ભોજન માટે બહાર જાય છે ત્યારે તે પોતાનું અજેય અસ્ત્ર ઘરે જ રાખીને જાય છે. તમે તેની સાથે યુદ્ધ ત્યાર જ કરશો, જ્યારે તે ઘરની બહાર આવે. તેના ઘરના દ્વાર રોકી દેવા જેથી તે ઘરમાં પ્રવેશ કરી શકે નહીં અને તે અજેય શક્તિને પ્રાપ્ત કરી શકે નહીં. તમે સૈનિક, વેપારી, નૃતકોની બધાની મદદ લો. જન સમાજ સાથે રાખજો. જ્યારે લવણાસુક અસાવધાન અને અસ્ત્રહીન જોવા મળે ત્યારે તમે આક્રમણ કરી દેજો.

ચ્યવન ઋષિની વાત માનીન શત્રુઘ્ને એવું જ કર્યું. લવણાસુર માર્યો ગયો. શ્રીરામ આ વાતથી પ્રસન્ન હતા કે મારો ભાઈ રાજા બની ગયો, પરંતુ તેના માટે તેનાથી પણ મોટી વાત એ હતી કે શત્રુઘ્નએ યુદ્ધ પહેલાં ઋષિ ચ્યવન પાસેથી સલાહ લીધી હતી.

બોધપાઠ- જ્યારે પણ કોઈ મોટું કામ કરો ત્યારે ઘરના વડીલો પાસેથી, ગુરુ, સાધુ-સંતો પાસેથી સલાહ ચોક્કસ લો. ભલે જ આપણે વીર અને બુદ્ધિમાન હોય, પરંતુ અનુભવી લોકોની સલાહ આપણાં કામ સરળ બનાવી શકે છે.