• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Shriram And Jayant, Prerak Prasang, Motivational Story From Ramayana

આજનો જીવનમંત્ર:આપણાં ખરાબ કામના કારણે કોઈનું નુકસાન થયું છે તો સૌથી પહેલાં તે વ્યક્તિની માફી માગવી જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- દેવરાજ ઇન્દ્રના પુત્ર જયંત સાથે જોડાયેલો એક કિસ્સો છે. રાજાનો દીકરો હતો જેથી એને એવું લાગતું હતું કે તે જે પણ કરશે, બધું જ યોગ્ય હશે.

રામાયણમાં વનવાસ સમયે શ્રીરામ, સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટમાં રહેતાં હતાં. એક દિવસ શ્રીરામ અને સીતા બેસીને વાતચીત કરતી રહ્યા હતાં. તે સમયે જયંતે કાગડાનો વેશ ધારણ કરીને વિચાર્યું કે હું રામ કેટલાં બળશાળી છે તેની પરીક્ષા લઉ. આવું વિચારીને કાગડાએ સીતાજીના પગમાં ચાંચ મારી દીધી.

સીતાજીને દુખાવો થયો જેથી શ્રીરામજીએ નાના તણખલાનું બાણ બનાવ્યું અને અભિમંત્રિત કરીને જયંત પાછળ છોડ્યું. બ્રહ્માસ્ત્રની જેમ તણખલાનું બાણ જયંત પાછળ જવા લાગ્યું જેથી તે ડરીને ભાગવા લાગ્યો. સૌથી પહેલાં તે પોતાના પિતા દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચ્યો. ઇન્દ્રએ તેને કહ્યું, તે શ્રીરામનું અપમાન કર્યું છે જેથી હું તને રાખી શકીશ નહીં.

જયંત અનેક જગ્યાએ ભાગ્યો, અનેક લોકો પાસે મદદ માગી, પરંતુ તેને કોઈપણ જગ્યાએથી મદદ મળી નહીં. રસ્તામાં તે નારદજીને મળ્યો.

નારદજીએ જયંતને સંપૂર્ણ ઘટના પૂછી. નારદજીના કારણે તે તીર થોડીવાર માટે અટકી ગયું, કેમ કે તેઓ દેવર્ષિ હતાં. સંપૂર્ણ વાત સમજ્યા પછી નારદજીએ કહ્યું, જયંત, તમે ભૂલ કરી રહ્યા છો. ભૂલ તમે સીતાજી અને રામજી પ્રત્યે કરી છે અને ઇચ્છો છો કે તમને કોઈ અન્ય બચાવે. આવું થઈ શકશે નહીં. જાઓ, શ્રીરામ પાસે માફી માગો. તે તમને માફ કરી દેશે, તે પછી જ તમે બચી શકશો.

જયંતે એવું જ કર્યું. શ્રીરામજીએ જયંતને કહ્યું, તમને સજા તો મળશે, પરંતુ મૃત્યુની સજા નહીં. આવું કરીને શ્રીરામજીએ તેની એક આંખમાં તીર માર્યું અને તેને જીવિત છોડી દીધો.

બોધપાઠ- જે વ્યક્તિ પ્રત્યે આપણાંથી કોઈ અપરાધ થયો છે, સૌથી પહેલાં તે વ્યક્તિ પાસે માફી માગવી જોઈએ. થોડા લોકો અપરાધ કરે છે અને થોડા પુણ્ય કરીને વિચારે છે કે પાપ દૂર થઈ જશે. આ વાત ખોટી છે. આપણે ખરાબ કામ કરવા જ જોઈએ નહીં અને જો ખરાબ કામ થઈ જાય તો તેને માટે માફી માગવી જોઈએ.