તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:કોઇ મોટું કામ કરવું હોય તો તેને મેનેજમેન્ટની દૃષ્ટિએ જોવો, સફળતા મળવાની સંભાવનાઓ વધી જશે

20 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
 • કૉપી લિંક

વાર્તા- દ્વાપર યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુ શ્રીકૃષ્ણ સ્વરૂપમાં અવતાર લેવાના હતાં, તે સમયે દેવકી અને વાસુદેવ કંસની કેદમાં હતાં. દેવકી અને વાસુદેવજીએ કંસને વચન આપ્યું હતું કે તેઓ આઠેય સંતાનને તેને સોંપી દેશે.

કંસે 6 સંતાનોનો વધ કરી દીધો હતો. સાતમા સંતાન તરીકે બલરામ દેવકીના ગર્ભમાં આવ્યાં. ત્યારે ભગવાને યોગમાયાથી કહ્યું, તમે આ સાતમી સંતાનને દેવકીના ગર્ભમાંથી કાઢીને વાસુદેવજીની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દો. કંસને એવી સૂચના આપવામાં આવી કે ગર્ભ પડી ગયું છે.

યોગમાયાએ ભગવાનના આદેશ પ્રમાણે સાતમા બાળકને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી દીધું. તે પછી જ્યારે આઠમા બાળકના જન્મનો સમય આવ્યો ત્યારે ભગવાને યોગમાયાને કહ્યું, હવે મારા અવતારના જન્મનો સમય આવી ગયો છે. મારા જન્મ સમયે જ તમે ગોકુળમાં યશોદાના ગર્ભમાં જન્મ લેજો. વસુદેવ કંસના કારાગારમાથી બહાર આવીને મને ગોકુળ લઇને આવશે અને તમને અહીં લઇને આવશે. જ્યારે કંસ આઠમા બાળકને મારવા માટે અહીં આવશે ત્યારે તમે તેના હાથમાંથી મુક્ત થઇ જજો. ભગવાનની આ યોજના પ્રમાણે શ્રીકૃષ્ણનો જન્મ થયો.

બોધપાઠ- આ કથા આપણને સંદેશ આપી રહી છે કે શ્રીકૃષ્ણ પોતાના જીવનને સાર્થક કરવા માંગતાં હતાં. એટલે તેમણે પોતાના જન્મને લઇને પણ મેનેજમેન્ટ કર્યું. આપણે આપણાં જીવનનું મેનેજમેન્ટ કરી શકતાં નથી, પરંતુ જીવનમાં જ્યારે પણ કોઇ મોટું કામ કરવું હોય તો આપણે દરેક નાની-નાની ઘટનાને ગંભીરતાથી જોવી જોઇએ. આપણી ટીમના દરેક સભ્યને તેની યોગ્યતા પ્રમાણે જ કામ સોંપવું જોઇએ. ત્યારે જ કામમાં સફળતા મળવાની સંભાવના વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો