• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Shraddhanand Ji Arya Samaj, We Should Have Positive Thoughts For Others

આજનો જીવનમંત્ર:અન્ય વિચારધારાના લોકો ભલે જ સંકુચિત મનના હોય, આપણે મન મોટું રાખવું જોઈએ

7 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- આર્ય સમાજના તપોનિષ્ઠ સ્વામી શ્રદ્ધાનંદજી એક પત્ર ખૂબ જ ધ્યાનથી વાંચી રહ્યા હતાં. તેમણે ત્રણવાર તે પત્રને વાંચ્યો. પાસે બેઠેલાં શિષ્યોએ તેમને પૂછ્યું, તમે થોડા ચિંતિત જોવા મળી રહ્યા છો, એવું શું લખ્યું છે આ પત્રમાં અને તેને કોણે મોકલ્યો છે.

શ્રદ્ધાનંદજીએ કહ્યું, આ પત્ર એક અંગ્રેજ પાદરીએ મોકલ્યો છે અને રૂરકીથી આવ્યો છે. તેણે માગ કરી છે કે તે આપણાં આશ્રમમાં રહીને હિંદી ભાષા શીખવા ઇચ્છે છે. તેણે એવું પણ લખ્યું છે કે માત્ર ભાષા શીખવા આવી રહ્યો છું, કોઈપણ પ્રકારે હું ઈસાઈ ધર્મનો પ્રચાર કરીશ નહીં.

આ વાત સાંભળીને બધા શિષ્યો શ્રદ્ધાનંદજી તરફ જોવા લાગ્યાં. તેમણે કહ્યું, આપણે સ્વામી દયાનંદના શિષ્ય છીએ, અમારા સ્વામીજીએ અમને શીખવાડ્યું છે કે જ્યારે પણ કોઈ કામ કરો તો તેના ઉપર એક દૃષ્ટિ રાખશો નહીં, અનેક દૃષ્ટિકોણથી તે કર્મ ઉપર વિચાર કરવો અને તે પછી કર્મ કરો. હવે પ્રશ્ન એ છે કે તેમને મંજૂરી મળી શકશે કે નહીં

બધાએ કહ્યું, આપણે આ પાદરીને મંજૂરી આપવી જોઈએ નહીં.

શ્રદ્ધાનંદજીએ કહ્યું, આપણે તેમને પત્ર લખીએ છીએ અને તેમાં સ્પષ્ટ જણાવી દઈશું કે તમે અમારે ત્યાં મહેમાન બનીને આવો. હિંદી ભાષા શીખો પરંતુ તમારે તે નિશ્ચિત કરવું પડશે કે તમે અમારા ગુરુકુળમાં કોઈપણ રીતે ઈસાઈ ધર્મનો એવો પ્રચાર કરશો નહીં કે વિવાદ થઈ જાય, પરંતુ અમે મંજૂરી આપીએ છીએ કે તમે ઈસાઈ ધર્મ પણ અમને સમજાવો, જેથી અમારા વિદ્યાર્થીઓને તે સમજાઈ શકે કે અન્ય ધર્મની ખાસિયત શું છે. ઈસા મસીહના જીવનને અમે જાણવા ઇચ્છિએ છીએ. દરેક ધર્મ પાસે પોતાની એક વિશેષતા હોય છે. જોકે, થોડા લોકો ધર્મનો ખોટો ઉપયોગ કરે છે એટલે વિવાદની સ્થિતિ બની જાય છે.

સ્વામીજીનો પત્ર મળ્યા પછી પાદરી તે ગુરુકુળમાં આવ્યાં, તેઓ હિંદી શીખ્યાં. ત્યાં તેઓ એટલાં પ્રભાવિત થઈ ગયા કે જીવનભર સ્વામી દયાનંદના સિદ્ધાંતોનું સન્માન કરતા રહ્યાં.

બોધપાઠ- જ્યારે અન્ય ધર્મના લોકો કે અન્ય વિચારધારાના લોકો આપણાં જીવનમાં આવે છે ત્યારે ભલે સંકુચિત મનના હોય, પરંતુ આપણે મન મોટું રાખવું જોઈએ. દૃષ્ટિકોણ સ્પષ્ટ રાખવો જોઈએ. દરેક વ્યક્તિને એવી તક ચોક્કસ આપો કે તેઓ આપણી સાથે જોડાયેલાં રહે, જેથી આપણે તેમની સારી બાબતોનો ઉપયોગ કરી શકીએ. કોઈપણ વ્યક્તિ સંપૂર્ણપણે ખરાબ હોતો નથી. ખરાબ વ્યક્તિમાં પણ સારા ગુણ મળી જાય છે અને સારા વ્યક્તિએ અવગુણ છોડી દેવા જોઈએ.