• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Shiv Ji, Ganga Ji And Anuhuiya, We Should Do Good Work For Nation,

આજનો જીવનમંત્ર:આપણી યોગ્યતાનો લાભ રાષ્ટ્રને ન મળે તો તેનો કોઈ લાભ નથી

12 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- અત્રિ મુનિની પત્ની અનસૂઇયા હતી. તે પોતાના તપસ્વી સ્વભાવના કારણે ખૂબ જ પ્રસિદ્ધ હતી. એકવાર તેણે તપસ્યા કરી અને ગંગાજીને કહ્યું, હું આ તપ એટલાં માટે કરી રહી છું કે તમે આ સ્થાને આવી જાવ અને અહીં નિવાસ કરો.

ગંગાજીએ કહ્યું, પહેલાં તમે એકવર્ષ સુધી શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરો. તમારા પતિ પણ ખૂબ જ મોટા ઋષિ છે. તમે અત્રિ મુનિની પણ સેવા કરો છો. તપસ્યા અને સેવાનું જે ફળ તમને મળશે, તે મારે આપવું પડશે.

અનસુઇયાજીએ કહ્યું, ઠીક છે, હું એવું કરીશ, પરંતુ એકવાર જણાવો તમે મારી તપસ્યાનું ફળ શા માટે માગ્યું?

ગંગાજીએ કહ્યું, લોકો મારી અંદર પાપ ધોવા આવે છે, તેનાથી મારી અંદર પાપ જ પાપ થઈ જાય છે, મારા આ પાપ કોણ ધોશે? જ્યારે હું કોઈ તપસ્વી સ્ત્રીને જોવું છું, જેના વિચાર ખૂબ જ શુદ્ધ છે, જે અન્યની ભલાઈ માટે વિચારે છે, સમાજના કલ્યાણ માટે જીવે છે, આવી સ્ત્રીને જોઈને મારા પાપ ધોવાઈ જાય છે અને તે સ્ત્રી તમે છો.

શિવજી આ બંનેની વાતો સાંભળી રહ્યા હતાં, તેઓ પ્રકટ થયા અને કહ્યું, જે રીતે અનસુઈયાજીએ ગંગાજીને મેળવ્યા છે અને હવે ગંગાજીના પાપ તેમના દર્શનથી ધોવાઈ જશે એટલે હું તેમની તપસ્યાથી પ્રસન્ન છું. હવે હું અહીં સ્થાપિત થઈશ અને આ જગ્યાનું નામ અત્રિશ્વર મહાદેવ થશે.

બોધપાઠ- આ કથાનો બોધપાઠ એ છે કે જ્યારે આપણે કોઈ તપસ્યા કરીએ છીએ, અનુશાસિત જીવન જીવીએ છે તો આપણી અંદર પોઝટિવ ઊર્જા ઉત્પન્ન થાય છે. આ પોઝિટિવિટીનો ઉપયોગ અન્ય લોકોની ભલાઈ માટે કરવો જોઈએ. આપણી જે યોગ્યતા છે, જો તે સમાજ અને રાષ્ટ્રના કામ ન આવે તો તેનો કોઈ લાભ થશે નહીં. જે લોકો પોતાની તપસ્યા અને મહેનતનું ફળ સમાજ સેવામાં લાગે છે, તેમણે જોઈએ ભગવાન પણ પ્રસન્ન થાય છે.