આજનો જીવનમંત્ર:કોઈ વ્યક્તિના ભણતર માટે દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

નૈમિષ વનમાં હજારો સાધુ-સંત રહેતાં હતાં. બધા સાધુ-સંત સૂતજીને ઊંચા આસન ઉપર બેસાડીને તેમની પાસે કથા સાંભળતાં હતાં. સૂતજીની ખાસિયત હતી કે તેઓ પ્રસંગને જીવન સાથે જોડીને ખૂબ જ વિસ્તાર સાથે સમજાવતા હતાં. સાંભળનાર બધા લોકો સુધી પ્રસંગનો સંદેશ પહોંચી જતો હતો. ક્યારેક-ક્યારેક થોડા લોકો તેમને પ્રશ્ન પણ પૂછતાં હતાં.

એક દિવસ થોડા સાધુઓએ સૂતજીને પૂછ્યું, આપણી જીવનશૈલીમાં સૌથી સારી વાત શું હોવી જોઈએ?

સૂતજીએ કહ્યું, વ્યક્તિ પોતાના માટે તપસ્યા કરે છે, પરંતુ અન્ય માટે પણ કઇંકને કઇંક વિચારવું જોઈએ. અન્ય લોકોની ભલાઈ માટે આપણે જે કશું કરીએ છીએ, તેને દાન કહેવામાં આવે છે. દાનને લોકો પાપ અને પુણ્ય સાથે જોડે છે. દાનનો અર્થ છે જો સામે રહેલી વ્યક્તિની કોઈ જરૂરિયાત છે તો તેની પૂર્તિ થઈ જાય. સોનાનું દાન, ગાયનું દાન, જમીન દાન, તુલા દાન એટલે પોતાના વજન સમાન વસ્તુઓનું દાન, આ બધા પવિત્ર દાન માનવામાં આવે છે. તેમની સાથે જ એક અન્ય દાન ખૂબ ખાસ છે, સરસ્વતી એટલે શિક્ષાનું દાન. દાન આપનાર લોકોને સુખ-શાંતિ મળે છે.

સૂતજી આગળ જણાવે છે, જરૂરિયાતમંદ લોકો ભણી શકે, એવું દાન ઉત્તમ કહેવામાં આવે છે. એટલે વિદ્યાલય બનાવવું જોઈએ. આવું કામ કરવું જોઈએ, જેના કારણે લોકોને સરળતાથી શિક્ષા મળી જાય.

બોધપાઠ- જે લોકો નિરક્ષર છે, તેમના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. એટલે એવા લોકોને શિક્ષિત કરવામાં મદદ કરવી જોઈએ, જેઓ શિક્ષિત નથી. લોકો અભ્યાસ કરે છે તો તેમને દરેક જગ્યાએ માન-સન્માન મળે છે. જો આપણે સમર્થ છીએ તો એવું કામ કરો, જેના કારણે લોકોની અજ્ઞાનતા દૂર થઇ જાય.