આજનો જીવનમંત્ર:આપણે સારું કામ કરતા રહેવુ જોઈએ, ત્યારે જ આપણાં જીવનમાં પરિણામ સાથે જ શાંતિ પણ આવે છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થઇ રહ્યું હતું. ત્યારે દેવતાઓને મદદ કરવા ભગવાને તેમને કહ્યું, 'તમે લોકો સમુદ્રનું મંથન કરો અને તેમાં ઔષધિઓ ઉમેરો, આમ કરવાથી સમુદ્રમાંથી અમૃત નીકળશે. દેવતા અમૃત પી લેશે તો યુદ્ધ જીતી જશે.

સમુદ્ર મંથન કરવાની તૈયારીઓ શરૂ થઈ ત્યારે મંદરાચલની મથની બનાવવામાં આવી. તે પછી પ્રશ્ન ઊભો થયો કે દોરડું કયું હશે, જેનો એક ભાગ દેવતા પકડશે અને બીજો ભાગ દૈત્ય પકડશે. તે પછી મંદરાચલ મથનીને ફેરવશે. આવું દોરડું કોઇ જગ્યાએ મળી રહ્યું નહોતું.

ત્યારે દેવતાઓએ વાસુકિ નાગને કહ્યું, તમે દોરડું બની જાવ.

વાસુકિએ દેવતાઓની વાત માની લીધી. તે પછી વાસુકિ નાગને મંદરાચલ પર્વત ઉપર લપેટવામાં આવ્યો. વાસુકિની મદદથી સમુદ્ર મંથન થઈ ગયું.

બધા દેવતા વાસુકિને લઇને બ્રહ્માજી પાસે પહોંચ્યા અને કહ્યું, તેમણે અમારી મદદ કરી છે. તેમના મનમાં એક ભય છે. તેમની માતાએ તેમને એક શ્રાપ આપ્યો હતો. તે શ્રાપ તેમને દુઃખ આપી રહ્યો છે. તમે આ શ્રાપને દૂર કરી દો. આ અમારા ઉપકારક છે.

બ્રહ્માજીએ કહ્યું, હું જાણું છું કે વાસુકિ ખૂબ જ પરેશાન છે, પરંતુ તેમણે સારું કામ કર્યું છે. દેવતાઓની મદદ કરી છે તો ભવિષ્યમાં તેમનું ભલું જ થશે. હું આશીર્વાદ આપું છું કે એક જરત્કારુ નામના બ્રાહ્મણ તપસ્યામાં જોડાયેલાં છે. વાસુકિની એક બહેન, જેમનું નામ પણ જરત્કારુ જ છે, આ બંનેના લગ્ન થશે અને વાસુકિના જીવનથી શ્રાપનો ભય દૂર થઈ જશે. હું તેમને શાંતિનું વરદાન આપું છું.

બોધપાઠ- આ કિસ્સાનો બોધપાઠ એ છે કે આપણે સારા કામ કરતા રહેવું જોઈએ. આવું કરવાથી પરિણામમાં પણ શાંતિ મળે છે. શુભ કામનું પરિણામ પણ શુભ હોય છે. વાસુકિએ દેવતાઓની મદદ કરી ત્યારે બ્રહ્માજીએ વાસુકિનું દુઃખ દૂર કરી દીધું. આપણે જ્યારે-જ્યારે સારા લોકોની મદદ કરે છે, ત્યારે-ત્યારે આપણાં જીવનમાં કઇંકને કઇંક સારું ચોક્કસ થાય છે.