તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવન મંત્ર:જ્યારે કોઇ મોટા અને અહંકારી વ્યક્તિ સામે કોઇ યોગ્ય વાત કહેવી હોય તો વિનમ્રતા જાળવી રાખો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રામાયણમાં રાવણનો સ્વભાવ ખૂબ જ અહંકારી અને આક્રમક હતો. જે લોકો તેને ગમતી વાત કરતાં નહીં, રાવણ તેની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. રાવણે સીતાજીનું હરણ કરી લીધું હતું અને શ્રીરામ સીતાજીની શોધમાં વાનરો સાથે લંકા પહોંચી ગયા હતાં.

વિભીષણ પોતાના મોટા ભાઈ રાવણને સમજાવવા માંગતો હતો કે તે રામ સાથે દુશ્મની ન કરે. તે જાણતો હતો કે જે વાત હું કરવાનું ઇચ્છું છું, તેના બદલામાં રાવણ મને દંડ પણ આપી શકે છે.

વિભીષણે શબ્દોમાં સંયમ અને વિનમ્રતા સાથે રાજસભામાં રાવણને કહ્યું, હવે તમે સીતાજીને પાછા આપી દો, રામજી તમને માફ કરી દેશે. આવું કરવાથી આપણાં બધાનું ભલું થશે.

શબ્દ ખૂબ જ સંતુલિત હતાં. પરંતુ, રાવણ પોતાના સ્વભાવના કારણે આક્રમક થઇ ગયા અને તેમણે વિભીષણને લાત મારી દીધી. લાત ખાધા પછી પણ વિભીષણે મોટા ભાઈને પ્રણામ કર્યાં. આ તેમના વ્યવહારની વિનમ્રતા હતી. વિભીષણ બોલ્યા, તમે મારા ઉપર ગુસ્સો કરી રહ્યા છો, તમને મારી વાત સારી લાગી નથી તો હું આ જગ્યા છોડીને જતો રહું છું. પરંતુ, મારું તમને નિવેદન છે કે તમે મારી વાત ઉપર વિચાર જરૂર કરો.

બોધપાઠ- વિભીષણ આપણને બોધપાઠ આપી રહ્યા છે કે જ્યારે કોઇ મોટા અને અહંકારી વ્યક્તિ ખરાબ કામ કરી રહ્યું છે, ત્યારે તેની સામે યોગ્ય વાત કહેવી હોય તો ખૂબ જ સાવધાની જાળવવી જોઇએ. આવા લોકો આક્રમક થઇ શકે છે. આ પરિસ્થિતિમાં આપણે શબ્દોનો સમજી-વિચારીને પ્રયોગ કરવો જોઇએ. એક-એક શબ્દ ઊંડા અર્થવાળા હોવા જોઇએ. સાથે જ, સ્વભાવમાં વિનમ્રતા પણ જાળવી રાખવી જોઇએ. જો આપણી વાત સ્વીકાર કરવામા ન આવે ત્યારે પણ આપણે ગુસ્સો કરવો જોઇએ નહીં. બની શકે છે કે તે સમયે સામે રહેલ વ્યક્તિને આપણી વાત સમજાય નહીં, પરંતુ ભવિષ્યમાં એક દિવસ તે આ વાત જરૂર સમજી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser