તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:બાળકોની ઊર્જાને યોગ્ય દિશામાં વાળશો તો તેમનું ભવિષ્ય સુધરી શકે છે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણનો પ્રસંગ છે. રાવણની માતા કૈકસી અને પિતા વિશ્વા ઋષિ હતાં. વિશ્વાની એક અન્ય પત્ની હતી, જેનું નામ ઈડવિડા હતું. ઈડવિડાનો એક પુત્ર વૈશ્રવણ હતો. વૈશ્રવણનું એક નામ કુબેર પણ હતું.

કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે, તેમની પાસે પુષ્પક વિમાન હતું. તે સમયે કુબેર લંકામાં રહતા હતાં અને પુષ્પક વિમાનમાં બેસીને તેઓ તેમના પિતા વિશ્વાને મળવા આશ્રમ આવતા હતાં. આશ્રમમાં રાવણ તેમની માતા કૈકસી સાથે રહતો હતો.

જ્યારે પણ કુબેર પુષ્પક વિમાનથી આશ્રમ આવતા હતા ત્યારે બાળક રાવણ પુષ્પક વિમાનને ખૂબ જ ધ્યાનથી જોતો અને તેની ચારેય બાજુ ચક્કર લગાવતો હતો. રાવણ જાણતો હતો કે આ વિમાન તેના મોટા ભાઈ વેશ્રવણનું છે. એક દિવસ રાવણે માતા કૈકસીને કહ્યું, હું વેશ્રવણ જેવુ બનવા ઇચ્છું છું.

કૈકસીએ કહ્યું, શું તું પણ પુષ્પક અને લંકા મેળવવા ઇચ્છે છે?

બાળક રાવણે કહ્યું, હા માતા, હું પણ પુષ્પક અને લંકા મેળવવા ઇચ્છું છું

કૈકસી બોલી, માત્ર ઇચ્છવાથી કશું જ થતું નથી. તારે છીનવવું પડશે. તું તારા મોટા ભાઈ પાસેથી આ બધું છીનવી લઈને તેના ઉપર આક્રમણ કર. તે ખૂબ જ શક્તિશાળી છે અને તું હજું એટલો શક્તિશાળી નથી. પહેલાં તારે બળવાન બનવું પડશે. એટલે તારે તપ કરવું પડશે.

માતાએ તે બાળકના દિમાગમાં એવી વાતો ભરાવી કે તપસ્યા પુણ્ય માટે કરવામાં આવે છે, પરંતુ રાવણે તપ પાપ અર્જિત કરવા માટે કર્યું. રાવણે તપ કર્યું અને વરદાન મેળવીને તે એટલો બળવાન થઈ ગયો કે તેના ભાઈ પાસેથી લંકા અને પુષ્પક વિમાન છીનવી લીધું.

બોધપાઠ- માતા-પિતા બાળકોને જે શીખવાડે છે, તેનાથી બાળકોનું ભવિષ્ય બને છે. જો કૈકસીએ બાળક રાવણને આ રસ્તો બતાવ્યો ના હોત તો રાવણ અવગુણોનો પ્રતીક બનતો નહીં. માતા-પિતા બાળપણથી જ બાળકોને સારા કામ માટે પ્રેરિત કરે, ખરાબ આદતોથી બચાવો અને સારા સંસ્કાર આપો, ત્યારે જ બાળકોનું ભવિષ્ય સુખદ બની શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો