આજનો જીવનમંત્ર:પરમાત્માને સાંસારિક વસ્તુઓનો મોહ નથી, તેઓ તો માત્ર ભક્તની સાચી ભાવના ઉપર મોહિત હોય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- રામકૃષ્ણ પરમહંસના એક શિષ્ય મથુરા બાબૂ હતાં. તેઓ પરમહંસજીના નજીકના વ્યક્તિ હતાં. તેમણે ભગવાન વિષ્ણુનું એક મંદિર બનાવડાવ્યું. મંદિરમાં ભગવાનની ખૂબ જ સુંદર મૂર્તિ સ્થાપિત કરી.

મથુરા બાબૂ ધનવાન હતા એટલે તેમણે વિષ્ણુજીની મૂર્તિને એવી સજાવી કે લોકો જોતા રહી ગયાં. મૂર્તિની સજાવટમાં તેમણે કિંમતી વસ્તુ, ગળાનો હાર, કાનના કુંડળનો ઉપયોગ કર્યો હતો. સાથે જ, સોનાની અનેક વસ્તુઓથી પણ મુર્તિને સજાવવામાં આવી હતી.

જે પણ દર્શનાર્થી મૂર્તિ જોતો હતો ત્યારે તેમનું ધ્યાન આ કિંમતી વસ્તુઓ ઉપર જતું હતું. બધા વખાણ કરતાં. સારી વાતો સાંભળીને મથુરા બાબૂ ખૂબ જ ખુશ થતાં હતાં.

મથુરા બાબૂ મૂર્તિને કિંમતી કપડા, ઘરેણાંની વાતો રામકૃષ્ણ પરમહંસને જરૂર સંભળાવતાં હતાં. પરમહંસજી તેમની વાતો હસીને સાંભળતા પરંતુ કશું જ બોલતા નહીં.

એક દિવસ મથુરા બાબૂ પરમહંસજી પાસે દોડીને આવ્યાં અને કહ્યું, મંદિરમાં ચોરી થઈ ગઇ છે. મૂર્તિ તો ત્યાં છે, પરંતુ કિંમતી વસ્ત્ર અને ઘરેણાં ચોર લઈ ગયો છે. તમે અમારી સાથે ચાલો, મારું મન ખૂબ જ દુઃખી છે.

બંને મંદિર પહોંચ્યાં. પરમહંસજી મૂર્તિને જોઈ રહ્યાં હતાં. મથુરા બાબૂ મૂર્તિને ફરિયાદ કરવા લાગ્યાં, અમે તો મનુષ્ય છીએ, પરંતુ તમે તો ભગવાન છો. અમને તો ચોરી ક્યારે થઈ તેની જાણ નથી પરંતુ તમારી સામે જ થઈ છે. તમે આટલાં મોટા ભગવાન ચોરને પકડી શક્યાં નહીં. હવે લોકો શું કહેશે?

પરમહંસજી મથુરા બાબૂની ફરિયાદ સાંભળવાની સાથે હસી પણ રહ્યાં હતાં. મથુરા બાબૂએ જોયું કે પરમહંસજી હસી રહ્યા છે તો તેમણે પૂછ્યુ, તમે કેમ હસી રહ્યા છો? પરમહંસજીએ કહ્યું, મથુરા બાબૂ આ ભગવાન છે, તમારી વસ્તુઓની રક્ષા કરનાર ચોકીદાર નથી. આ પરમાત્મા છે, તમારો સામાન ચોરી થઈ જાય તો તેમાં તેમનો શું વાંક. આ તો તમને જીવન આપે છે. તેમની પાસેથી જીવન લો. વસ્તુઓનો હિસાબ તેમની પાસે માંગશો નહીં.

આ વાત સાંભળીને મથુરા બાબૂનું દુઃખ દૂર થઈ ગયું

બોધપાઠ- ભગવાન સાથે સોદાબાજી કરવી જોઈએ નહીં. એવું ન વિચારવું જોઈએ કે આપણે આટલી કિંમતી વસ્તુઓ ચઢાવીશું તો ભગવાન પ્રસન્ન થઈ જશે. ભગવાને આ સાંસારિક વસ્તુઓ સાથે કોઈ લેવડ-દેવડ નથી. ભગવાન ઇચ્છે છે કે જ્યારે કોઈ ભક્ત તેમની પાસે આવે તો પોતાની ચિંતા લઇને આવે અને મારી લીલાઓથી બોધપાઠ લઇને પોતાના જીવનમાં ઉતારે. આ વસ્તુઓ મનુષ્યોએ જ કમાવાની છે અને મનુષ્યોએ જ ખર્ચ કરવાની છે. ભગવાન માત્ર જીવન આપે છે.