વાર્તા- સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે દેવી કાળીની એક નાની મૂર્તિ હતી. તેઓ બધાને કહેતા હતા, આ મૂર્તિમાં સંપૂર્ણ બ્રહ્માંડનો વાસ છે
એક દિવસ આ વાત થોડા વિદેશીઓએ સાંભળી ત્યારે તેઓએ રામકૃષ્ણ પરમહંસને કહ્યું, દુનિયા એટલી મોટી છે કે તેમાં આ મૂર્તિનું કોઇ મહત્ત્વ જ નથી. આ તો ખૂબ જ નાની છે. તમે કહો છો કે તેમાં સંપૂર્ણ બ્રહ્માંડનો વાસ છે. તે કેવી રીતે સંભવ છે?
પરમહંસે કહ્યું, એકવાત જણાવો, સૂર્ય મોટો છે કે પૃથ્વી?
વિદેશીઓએ કહ્યું, સૂર્ય મોટો છે અને તે પૃથ્વીથી અનેક ગણો મોટો છે.
પરમહંસજીએ પૂછ્યું, સૂર્ય મોટો છે તો આટલો નાનો કેમ જોવા મળે છે. એટલો નાનો કે તમારી મુઠ્ઠીમાં આવી જાય
વિદેશીઓએ જવાબ આપ્યો, સૂર્ય પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર સ્થિત છે. આ કારણે તે આપણને ખૂબ જ નાનો જોવા મળે છે.
પરમહંસજીએ કહ્યું, યોગ્ય વાત છે. સૂર્ય આપણાંથી આટલો દૂર છે, એટલે આટલો નાનો જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં સૂર્ય ખૂબ જ મોટો છે. ઠીક તેવી જ રીતે મારી કાળી માઈથી તમે પણ ખૂબ જ દૂર છો. જેના કારણે તમને આ મૂર્તિ ખૂબ જ નાની જોવા મળી રહી છે. પરંતુ, હું મારી માતાના ખોળામાં છું. તેમની નજીક છું, એટલે મને તે વિશાળ દેખાય છે. તમને આ મૂર્તિમાં પત્થર જોવા મળી રહ્યા છે અને મને તેમાં શક્તિ જોવા મળી રહી છે.
પરમહંસજી પોતાના અલગ ઢંગથી વાતોને સમજાવતાં હતાં. તેમના જણાવ્યાં પ્રમાણે, આપણી અંદર જે શક્તિ છે, તેનાથી અલગ અને તેનાથી ઉપર પણ એક શક્તિ છે, જેને આપણે કોસ્મિક એનર્જી કહીએ છીએ. જ્યારે તમે તેનો અનુભવ કરો છો, ત્યારે જ તમે તેને પ્રાપ્ત કરી શકો છો.
સ્વામી વિવેકાનંદ પરમહંસજીની આ વાતોથી પ્રભાવિત થયા અને આખું જીવન ગુરુ અને ધર્મની સેવામાં સમર્પિત કરી દીધું.
બોધપાઠ- જીવનમાં દરેક વાતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવી જોઇએ નહીં. થોડીવાતો વિજ્ઞાનની દૃષ્ટિએ પણ નક્કી કરી શકાય છે. ભક્તિ પણ તે વાતોમાંથી એક છે. ભક્તિને ભાવનાત્મક રૂપથી અનુભવ કરશો તો તેનાથી વધારે લાભ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.