આજનો જીવનમંત્ર:આપણે આપણી ઉંમર અને શક્તિ પ્રમાણે જ કામ કરવું જોઈએ

10 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણની એક ઘટના છે. વાનર સેના સીતાની શોધ કરી રહી હતી. તે સમયે સંપાત્તિ નામના એક ગિદ્ધે વાનરોને કહ્યું, હું અહીંથી જોઈ શકું છું કે લંકામાં રાવણે સીતાજીને ક્યાં રાખ્યા છે. સો યોજનનું સમુદ્ર પાર કરીને તમારે લંકા જવું પડશે. જે જઈ શકે છે, તે જાય.

વાનર સેનામાં દ્વૈત, મયંદ, સુક્ષેણ જેવા અનેક બળવાન વાનર હતાં, પરંતુ તે બધાએ પોત-પોતાની સીમાઓ જણાવી. વાનરોએ કહ્યું, સો યોજનનો દરિયો તો પાર થઈ શકશે નહીં. કોઈએ કહ્યું, એંસી યોજન, કોઈએ કહ્યું નેવું યોજનનો દરિયો પાસ થઈ શકશે. અંગદ તે દળનું નેતૃત્વ કરી રહ્યા હતાં, તેમણે કહ્યું, હું જઈ શકું છું પરંતુ પાછો ફરી શકીશ નહીં.

હનુમાનજી તો ચૂપ જ હતાં. તે સમયે વાનર સેનાના સૌથી વૃદ્ધ વ્યક્તિ જામવંતે કહ્યું, જ્યારે હું યુવાન હતો અને વિષ્ણુજીએ વામન અવતાર લીધો એટલે કે નાના બાળક બન્યા હતાં. રાજા બલિ પાસેથી સંકલ્પ લીધા પછી વિરાટ થઈ ગયાં હતાં. તેમણે ત્રણ પગ ધરતી માગી લીધી હતી. એક પગમાં સ્વર્ગ બીજામાં ધરતી માપી લીધી હતી. તે સમયે મેં 21વાર પરિક્રમા કરી હતી. હું એટલો સમર્થ હતો. સમુદ્ર મંથન સમયે મેં અનેક ઔષધીઓ લાવીને સમુદ્રમાં નાખી હતી, પરંતુ હવે હું વૃદ્ધ થઈ ગયો છું. એટલે હું પણ દરિયો પાર કરી શકીશ નહીં.

જ્યારે બધાએ લંકા જવાની ના પાડી દીધી તો જામવંતે હનુમાનજીને કહ્યું હતું કે લંકા તમે જાવ.

બોધપાઠ- જામવંતે બોધપાઠ આપ્યો કે દરેક વ્યક્તિની વિવિધ ઉંમરમાં વિવિધ કામ કરવાની ક્ષમતા હોય છે. ઉંમર પસાર થઈ ગયા પછી આપણે આપણી ક્ષમતા યાદ તો રાખવી જોઈએ, પરંતુ પછી તેવું જ કામ કરવાની કોશિશ કરવી જોઈએ નહીં. જામવંતે સ્પષ્ટ કહી દીધું કે હું વૃદ્ધ થઈ ગયો છું હું આ કામ કરી શકીશ નહીં. આપણે પણ યાદ રાખવું જોઈએ કે જો આપણે ઉંમરના તે પડાવમાં છીએ, જેને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે તો તે સમયે એવું કોઈ જોખમી કામ કરવું જોઈએ નહીં જે આપણે યુવા અવસ્થામાં કર્યું હોય. વૃદ્ધાવસ્થામાં શરીર નબળું થઈ જાય છે, નુકસાન ભોગવવું પડી શકે છે. આપણે આપણી ઉંમર અને શક્તિ પ્રમાણે જ કામ કરવું જોઈએ