આજનો જીવનમંત્ર:ખરાબ લોકો આપણી સાથે મીઠી વાતો કરે છે અને આપણી પરેશાનીઓ વધારે છે, તેમનાથી બચવું

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં કૈકયી માતા ખૂબ જ ખુશ હતાં, કેમ કે શ્રીરામ રાજા બનવાના હતાં. કૈકયીની દાસી મંથરાએ તેની સાથે વાત કરી અને તેમને ડરાવ્યાં અને કહ્યું કે રામ રાજા બનશે તો કૌશલ્યા તમને જેલમાં કેદ કરશે.

કૈકયી બીકના કારણે મંથરાની વાતોમાં આવી જાય છે. મંથરાની વાતોની કૈકયી ઉપર એટલી અસર થાય છે કે તે કહે છે, મંથરા તૂ કહે તો હું કુવામાં પડી જાવ. તુ કહે તો હું મારા પતિ અને પુત્રને છોડી દઉ. મને એવું લાગી રહ્યું છે કે તુ મારા હિતની વાત કરી રહી છે.

મંથરા એટલી કોમળ રીતે વાત કરી રહી હતી કે તેની વાતચીત પાછળનું ઝેર કૈકયીને સમજાયું જ નહીં. એવું સમજી લો કે મધમાં ઝેર ભેળવીને આપી દીધું હોય.

મંથરાએ કહ્યું, તમારી પાસે બે વરદાન છે. રાજા પાસેથી માગી લો. પહેલું કામ તો એ કરો કે કોપ ભવનમાં જતાં રહો. બીજું કામ કે તમારા પતિ દશરથની કોઈ વાત માનશો નહીં. તેઓ કંઇપણ કહે તમે માનશો નહીં.

મંથરાની વાત માનીને કૈકયીએ કોપ ભવનના કપડા પહેરી લીધા, જે કાળા રંગના હતાં. જ્યારે રાજા દશરથ તેની પાસે આવ્યાં ત્યારે તેમણે બે વરદાન માગ્યા. જેના કારણે રામ રાજ્ય ચૌદ વર્ષ માટે આગળ વધી ગયું.

બોધપાઠ- જો આપણાં જીવનમાં મંથરા જેવું કોઈ વ્યક્તિ એટલે કોઈ કુટિલ વ્યક્તિ આવી જાય અને આપણાં જીવનને અને આપણાં પરિવારને બગાડવાની કોશિશ કરે તો તેમની વાતો ઉપર ખૂબ જ ઝીણવટથી નજર રાખો. તેઓ મંથરા જેવી કોમળ વાતો કરશે, આપણને સમજાવવાની કોશિશ કરશે. આવા લોકો આપણાં ગુસ્સાને વધારે છે, આવા લોકો આપણને પ્રભાવિત કરે છે. જો આપણે પ્રભાવિત થઈ જઈએ તો આપણે આપણાં જ લોકોથી દૂર થઈ જઈએ છીએ. મંથરા જેવા ખરાબ લોકો આપણાં જીવનમાં આવતા-જતા રહે છે. આવા લોકોની પરખ કરો અને તેમની વાતો ઉપર ધ્યાન ન આપો. જો વાત સાંભળી લેશો તો તેને માનશો નહીં અને જો વાત મજબૂરીમાં માનવી પડે તો આપણાં જીવનને બચાવીને તે સમયને પાર કરી લેવો જોઈએ.