આજનો જીવનમંત્ર:આપણે જે સિદ્ધાંતને માનીએ છીએ, તેનું પાલન કરવામાં આપણે વિનમ્ર રહેવું જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

રામાનુજાચાર્યજી મોટાભાગે એ વાત સમજાવતા હતાં કે પરમાત્મા, આત્મા અને પ્રકૃતિ, આ ત્રણેય એક જ છે. રામાનુજાચાર્યજી આ વાત એટલી સારી રીતે સમજાવતા હતાં કે તેમના અનુયાયિઓ સાથે જ અન્ય લોકો પણ તેમનાથી પ્રભાવિત થઇ જતાં હતાં.

રામાનુજાચાર્યજીની પરંપરા ખૂબ જ દિવ્ય હતી. રામાનંદ, કબીરદાસ, રૈદાસ, સુરદાસ આ બધા જ તેમની પરંપરાથી જ હતાં. રામાનુજાચાર્યજી કહેતાં હતાં કે પરમાત્માના આ ત્રણેય સ્વરૂપોને એકસાથે મેળવવા ઇચ્છો છો તો આપણે ધ્યાન કરવું જોઈએ. જાતિગત ભેદભાવ દૂર કરી દેવો જોઈએ.

જે સિદ્ધાંત રામાનુજાચાર્યજી બોલતા હતાં, તેનું પાલન પણ કરતાં હતાં. એક દિવસ તેઓ પોતાના શિષ્યો સાથે કોઇ જગ્યાએ જઇ રહ્યા હતાં. રસ્તામાં એક યુવાન મહિલા આવી રહી હતી. શિષ્યોએ જોયું કે ગુરુજી અહીંથી જઇ રહ્યા છે અને સામેથી મહિલા આવી રહી છે, રસ્તો સાંકડો હતો. શિષ્યોએ તે મહિલાને કહ્યું, દેવીજી તમે એક સાઇટ ખસી જાવ. ગુરુજી આવી રહ્યા છે.

મહિલાએ કહ્યું, હું ક્યાં ખસુ? અને કયા ગુરુજી. એક મહિલાના દેહ અને પુરૂષના દેહમાં તમને અંતર જોવા મળી રહ્યું છે. પરમાત્મા તો બધામાં સમાન છે. બધા સ્થાન અને બધા વ્યક્તિ એક સમાન છે.

રામાનુજાચાર્યજીએ વાત સાંભળી તો તેમણે શિષ્યને રોક્યા અને તે મહિલાને કહ્યું, બહેન તમારા વિચાર સાંભળીને એવું લાગ્યું કે જીવન અમે જીવી રહ્યા છીએ, પરમાત્મા, આત્મા અને પ્રકૃતિની વાત કરી રહ્યા છે, પરંતુ આજે એવું લાગ્યું કે તમે સાક્ષાત મૂર્ત સ્વરૂપમાં સંદેશ બનીને આવ્યાં છો.

બોધપાઠ- રામાનુજાચાર્યનું આ આચરણ આપણને બોધપાઠ આપી રહ્યું છે કે જે સિદ્ધાંતને માનો છો, તેનું પાલન ખૂબ જ પ્રમાણિકતા સાથે કરવું જોઈએ. વિનમ્ર રહો અને સારી-ખરાબ દરેક સ્થિતિનો સ્વીકાર કરો. આ અહંકાર આપણા માટે દોષ બની જાય છે.