બધેલખંડમાં રીવા રાજ્યના એક રાજા હતા વીર સિંહ જૂદેવ. તેમની રાજધાનીમાં એક વસ્તી હતી, જ્યાં અનેક ઝૂંપડી હતી. ત્યાં એક સેન નામના વ્યક્તિ હતાં, તે ખૂબ જ સેવાભાવી, સંતોષી, ઉદાર હતાં. તેઓ ભગવાનના સાચા ભક્ત હતાં. રૂપિયાની કેટલી પણ ખોટ પડે, તેઓ કોઈ પાસેથી ઉધાર માગતા નહીં.
સેન ભગવાનનું ધ્યાન કરતા હતા અથવા રાજાના મહેલમાં જઇને રાજાની સેવા કરતાં હતાં. તેઓ દરરોજ પોતાના ભજન-પૂજન કરીને રાજ મહેલ પહોંચી જતાં હતાં. રાજાને તૈયાર કરવા, તેમની માલિશ કરવી, તેમને સ્નાન કરાવવું, આ તેમનું દૈનિક કામ હતું. બાકી સમયમાં તેઓ ભજન-પૂજનમાં વ્યસ્ત રહેતાં હતાં.
એક દિવસ સેન પોતાના ઘરેથી બહાર આવ્યા ત્યારે તેમણે જોયું કે ભક્તોની એક મંડળી આવી રહી છે. તે બધા કીર્તન કરી રહ્યા હતાં. સેનને ભગવાનનું નામ સંભળાયું અને ભક્તોએ જોયું તો તેઓ પણ ભક્તિમાં ડૂબી ગયાં. સેને બધા ભક્તોને પ્રણામ કર્યા અને બધા ભક્તોને લઇને પોતાના ઘરે પહોંચ્યાં. જલપાન કરાવ્યું અને તેમની સાથે ભજન કરવા લાગ્યાં.
સેન આ વાત ભૂલી ગયા કે તેમને રાજાના મહેલમાં જવાનું હતું. મહેલમાં રાજા વીર સિંહ સેનની રાહ જોઈ રહ્યા હતાં. તેમણે વિચાર્યું કે સેન ક્યારેય મોડું કરતા નથી, આજે શું થઈ ગયું? તે સમયે સ્વયં ભગવાન સેનજીનું સ્વરૂપ લઇને રાજા પાસે પહોંચી ગયાં.
સેનજીના ચહેરાનું તેજ જોઈને રાજા આશ્ચર્ય પામ્યાં. રાજાએ તે દિવસે સેનજી પાસેથી માલિશ કરાવી અને તૈયાર પણ થયાં. રાજાએ કહ્યું, આજે મને જેવું અનુભવ થઈ રહ્યું છે, એવી તરંગો મેં પહેલાં ક્યારેય અનુભવ કરી જ નથી.
ભગવાન જે સેનજી બનીને આવ્યાં હતાં, તેઓ પોતાનું કામ કરીને જતાં રહ્યાં.
થોડા સમય પછી મૂળ સેનજીને યાદ આવ્યું કે હું તો ભજનમાં ડૂબી ગયો, રાજાજી રાહ જોઈ રહ્યા હશે. તેઓ દોડીને મહેલ પહોંચ્યાં ત્યારે ચોકીદારોએ પૂછ્યું, શું વાત છે દોડીને કેમ આવી રહ્યા છો, કોઈ સામાન ભૂલી ગયા છો?
સેનજીએ કહ્યું, સામાન ભૂલ્યો નથી, હું તો હજું આવ્યો જ છું. થોડીવાર પછી તેઓ રાજા સામે પહોંચ્યા અને કહ્યું, માફ કરો, આજે હું સમયે આવી શક્યો નહીં.
રાજાએ કહ્યું, થોડીવાર પહેલાં જો અહીં હતા નહીં તો કોણ હતું? રાજા સમજી ગાય કે તે સમયે મને જે આનંદ આવી રહ્યો હતો, મારી આસપાસ જે પોઝિટિવ તરંગ હતા, તેનું કારણ એ હતું કે આ સેનના બદલામાં સ્વયં ભગવાન મારી સેવા કરવા માટે આવ્યાં હતાં. રાજાએ સંપૂર્ણ ઘટના સેનજીને સંભળાવી ત્યારે તેઓ રડવા લાગ્યાં. સેનજીએ કહ્યું, મારા ભગવાનને મારા કારણે આજે આ કામ કરવું પડ્યું.
રાજાએ કહ્યું, તમારી સેવા જ એવી છે કે તેનાથી પ્રસન્ન થઈને સ્વયં ભગવાન જ આવી ગયાં.
બોધપાઠ- આ વાર્તાએ આપણને બોધપાઠ આપ્યો છે કે કોઈપણ કામ નાનું હોય કે નાનું. જો કામ પ્રામાણિકતા અને સેવાભાવ સાથે કરવામાં આવે તો પ્રકૃતિ અને પરમાત્મા પણ મદદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.