આજનો જીવનમંત્ર:જૂનું સાહિત્ય વાંચશો-સાંભળશો અને અન્ય લોકોને સંભળાવશો તો બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

મહાભારતમાં રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો હતો કે સાત દિવસ પછી તક્ષક નાગ તેમને ડંખ મારશે અને તેમનું મૃત્યુ થઈ જશે. રાજા પરીક્ષિતે શુકદેવજીને નિવેદન કર્યું કે તમે મને મૃત્યુનો અર્થ સમજાવો.

શુકદેવજીએ જે જ્ઞાન પરીક્ષિતને આપ્યું હતું, તે ભાગવત કથા બની ગયું. જ્યારે તેમની વાતચીત અંતિમ ચરણમાં હતી, ત્યારે શુકદેવજીએ પરીક્ષિતને કહ્યું, આ જે કથા મેં તમને સંભળાવી છે. તેને સંસાર ભાગવત મહાપુરાણના નામથી જાણશે. આ કથા સૌથી પહેલાં નર-નારાયણે નારદ મુનિને સંભળાવી હતી. નારદજીએ મારા પિતા શ્રીકૃષ્ણદ્વૈપાયનને સંભળાવી. તે પછી મારા પિતાએ તેનો ઉપદેશ મને આપ્યો છે. આ કથા મેં તમને સંભળાવી છે. ભવિષ્યમાં નૈમિષારણ્યમાં 88 હજાર સનકાદિક ઋષિ એંકઠા થશે અને એક ખૂબ જ મોટું સત્ર કરશે. તે લોકો સૂતજી સાથે કથા સાંભળશે.

શુકદેવજીએ આગળ કહ્યું, રાજન્ સારું સાહિત્ય, સારા વિચાર અને જીવન સાથે જોડાયેલી વાતો એકબીજામાં સ્થાળાંતરિત થાય છે. ગુરુ શિષ્યને સંભળાવે છે અને શિષ્ય આગળ વધે છે. આ કથા વર્ષો સુધી સાંભળવામાં આવશે.

આજે પણ આ કથા ભાગવતના સ્વરૂપમાં સાંભળવામાં આવે છે.

બોધપાઠ- શુકદેવની વાતો આપણને શિક્ષા આપી રહી છે કે આપણાં ઋષિ-મુનિઓએ અનેક સારા-સારા સાહિત્ય લખ્યા છે, સાંભળ્યા છે. આજના સમયમાં પણ આ સાહિત્ય આપણું માર્ગદર્શન કરે છે. આ સાહિત્યને વાંચો, સાંભળો અને અન્ય લોકોને સંભળાવો. સારું સાહિત્ય આગળ વધારવું જોઈએ.