આજનો જીવનમંત્ર:કોઈ સત્સંગમાં જવાનું ઇચ્છો છો તો પોતાની ધન-સંપત્તિનો અહંકાર ન કરો

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રાજા રહૂગણ પોતાની પાલખીમાં બેસીને સત્સંગમાં જઈ રહ્યા હતાં. ચાર કહાર(પાલખી ઊંચકનાર) તેમની પાલખીમાં રોકાયેલાં હતાં, તે સમયે એક કહાર બીમાર થઈ ગયો. ત્યારે રાજાના સૈનિકોએ એક કહારને શોધવા માટે અહીં-ત્યાં જોયું તો ત્યાં જડભરત જોવા મળ્યો.

જડભરત એક બ્રાહ્મણનો પુત્ર હતો. તે હંમેશાં તટસ્થ રહેતો હતો. તેઓ સાચા સંત પણ હતાં. જડભરતનો પોતાનો કોઈ આગ્રહ હતો નહીં, તેમને જે મળતું, તેને તેઓ સ્વીકાર કરી લેતાં હતાં.

સૈનિકોએ તેમને કહ્યું, ચાલો, રાજાની પાલખી ઊંચકો. જડભરતે ના પાડી નહીં અને તેઓ પાલખી ઊંચકીને ચાલવા લાગ્યાં. રાજાની પાલખી ઊંચકનાર એટલાં દક્ષ હોય છે કે તેઓ પાલખી ઊંચકે ત્યારે પાલખીમાં બેસનાર વ્યક્તિના પેટનું પાણી પણ ન હલે.

જડભરત આ કામમાં દક્ષ હતાં નહીં. તેઓ ક્યારેક અહીં, તો ક્યારેક ત્યાં પગ રાખતાં હતાં. જેના કારણે પાલખી હલવા લાગતી. રાજાએ પાલખી રોકાવી અને નીચે ઉતરીને જડભરત ઉપર ગુસ્સે થયાં. જડભરતે કહ્યું, પાલખી હું નહીં, મારું શરીર ચલાવી રહ્યું છે. હું તો આત્મા છું.

આ વાત સાંભળીને રાજા આશ્ચર્ય પામ્યા. રાજાને પૂછ્યું, તમે કોણ છો? તમે તે કપિલમુનિ તો નથી, જેમને ત્યાં હું સત્સંગ સાંભળવા જઈ રહ્યો છું.

જડભરતે રાજાને સમજાવ્યું, રાજા તમે સત્સંગ કરવા જઈ રહ્યા છો અને પાલખીમાં બેસીને જઈ રહ્યા છો. અન્ય લોકોના ખભા ઉપર ચઢીને ક્યારેય સત્સંગમાં જવાય નહીં. તમારી અંદર હજું પણ આ ભાવ જીવિત છે કે હું રાજા છું. જ્યારે પણ કોઈ સત્સંગમાં જાય ત્યારે અહંકાર ન કરવો જોઈએ. જો તમને રાજા થવાનો અહંકાર છે તો તમે સત્સંગથી કશું જ શીખી શકશો નહીં.

બોધપાઠ- સાધના અને તપ કરવો હોય તો અન્ય લોકોના ખભા ઉપર ન કરો, જાતે કરો. સાધુ-સંતો સામે અને સત્સંગમાં પોતાના અહંકારને નમાવી દેવું.