રામાયણમાં શ્રીરામજીએ રાવણનો વધ કર્યા પછી વિભીષણને રાજા બનાવી દીધો હતો. જ્યારે શ્રીરામ અયોધ્યા માટે રવાના થયા ત્યારે વિભીષણે તેમને પુષ્પક વિમાન તૈયાર કરી આપ્યું. પુષ્પક વિમાન ખૂબ જ દિવ્ય હતું, તેમાં બધી જ વ્યવસ્થાઓ હતી.
શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને તેમના બધા સાથી પુષ્પક વિમાનમાં બેસી ગયા હતાં. પુષ્પક અયોધ્યા તરફ ઉડવા લાગ્યું. શ્રીરામ બધા સાથીઓને રસ્તામાં આવતા ખાસ સ્થાનો અંગે જણાવી રહ્યા હતાં.
થોડાં સમય પછી પુષ્પક વિમાન અયોધ્યા પહોંચી ગયું. શ્રીરામજીએ જોયું કે અયોધ્યાના લોકો પુષ્પક વિમાન તરફ આગળ વધી રહ્યા છે. વિમાન ધરતી ઉપર ઉતરી ગયું. શ્રીરામજીએ વિમાનમાંથી ઉતરીને સૌથી પહેલાં એ કામ કર્યું કે તેમણે પુષ્પક વિમાનને કહ્યું કે હવે તમે તમારા માલિક કુબેર જાવ.
રાવણે પોતાના સાવકા ભાઈ કુબેર પાસેથી પુષ્પક વિમાન છીનવી લીધું હતું. એટલે શ્રીરામજીએ પુષ્પકને કુબેર પાસે જવાનું કહ્યું. પુષ્પક વિમાને શ્રીરામને પ્રણામ કર્યા અને પોતાના માલિક કુબેર પાસે ગયું.
આવું કહેવામાં આવે છે કે શ્રીરામ પાસેથી રવાના થતી સમયે પુષ્પક વિમાનના મનમાં આ વાતનો હર્ષ હતો કે હું મારા માલિક પાસે જઈ રહ્યો છું, પરંતુ પુષ્પકને શ્રીરામથી દૂર થવાનું દુઃખ પણ હતું.
બોધપાઠ- આ કિસ્સામાં ઉલ્લેખામાં આવ્યું છે કે શ્રીરામ કઇ રીતે લોકો સાથે અને વસ્તુઓ સાથે સંબંધ રાખે છે. શ્રીરામ જડ અને ચેતન, બંનેથી પ્રેમપૂર્ણ વ્યવહાર કરતાં હતાં. ચેતન એટલે વ્યક્તિ અને જડ એટલે નિર્જીવ વસ્તુઓ જેમ કે પુષ્પક વિમાન આદિ સાધન. જોકે, પુષ્પક વિમાન જડ છે, પરંતુ પુષ્પક દિવ્ય હતું તો અનેક મામલે વ્યક્તિની જેમ હતું. શ્રીરામ પોતાના વિમાન સાથે પણ આટલો સારો સંબંધ રાખે છે કે વિમાનને પણ તેમનાથી દૂર થવાનું દુઃખ હતું. શ્રીરામ આપણને સંદેશ આપી રહ્યું છે કે આપણે આપણી આસપાસની નિર્જીવ વસ્તુઓ સાથે પણ સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. નિર્જીવ વસ્તુઓ જેમ કે, આપણાં કપડાં, વાહન વગેરે. જો આપણે આ વસ્તુઓ સાથે યોગ્ય રીતે વ્યવહાર કરીએ તો આપણાં સ્વભાવમાં વિનમ્રતા રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.