તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઇ સારું વ્યક્તિ મોટું કામ, ભક્તિ કે તપ કરે છે તો તેના ઉપર શંકા કરવી જોઈએ નહીં

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એક દિવસ દેવર્ષિ નારદ ફરતા-ફરતા હિમાલયની તળેટીમાં પહોંચી ગયાં. ત્યાંનું વાતાવરણ તેમને એટલું ગમ્યુ કે તેઓ ત્યાં તપસ્યા કરવા બેસી ગયાં. દેશ, કાળ અને પરિસ્થિતિઓની અનુકૂળતા અને ભાવ શૂન્ય મનના કારણે નારદ ધ્યાનમાં બેસી ગયાં.

દેવર્ષિએ એવું તપ કર્યું કે દેવરાજ ઇન્દ્રનું આસન ડગમગાઈ ગયું. ઇન્દ્રને લાગ્યું કે નારદ મારું સ્વર્ગ મારી પાસેથી છીનવવા ઇચ્છે છે, એટલે તપ કરી રહ્યાં છે. સત્તામાં બેસેલા લોકોને હંમેશાં આ વાતનો ભય રહે છે કે કોઇ તેમની સત્તા છીનવી ન લે. આ જ ભય ઇન્દ્રને પણ હતો.

ઇન્દ્રએ કામદેવને કહ્યું, જાઓ, નારદની તપસ્યા ભંગ કરો.

ઇન્દ્રનો આદેશ મળતાં જ કામદેવ નારદ પાસે પહોંચી ગયાં. તેઓ પોતાની સાથે અપ્સરાઓને પણ લઇ ગયાં હતાં. તેમણે વસંત ઋતુનું નિર્માણ કર્યું અને નારદનું તપ ભંગ કરવાની કોશિશ કરવા લાગ્યાં, અનેક કોશિશ પછી પણ નારદની તપસ્યા ખંડિત થઇ નહીં. કામદેવ હારી ગયાં.

દેવર્ષિ નારદે આંખ ખોલી ત્યારે કામદેવ પોતે કરેલાં કામ માટે માફી માગવા લાગ્યાં. કામદેવે કહ્યું, તમે જીતી ગયાં.

નારદે કહ્યું, તમને અહીં કોણે મોકલ્યાં? ઇન્દ્રએ? જાઓ અને પોતાના રાજા ઇન્દ્રને કહો, મે તેમની સત્તા પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી નથી. મેં આ તપ બે કારણોથી કર્યું હતું. પહેલું મારો સ્વાધ્યાય. બીજું, હું ઇચ્છું છું કે પ્રકૃતિને અને સમાજને મારા તપના માધ્યમથી થોડું સારું મળી શકે. વધારે તેજ મળી શકે. મારું કામ લોક સેવા કરવાનું છે, સત્તા પ્રાપ્ત કરવાનું મારું કામ નથી.

જ્યારે આ વાત ઇન્દ્રને જાણ થઇ ત્યારે તેણે પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો કે હું એક સાધુની તપસ્યા ઉપર શંકા કરી રહ્યો છું.

બોધપાઠ- નારદ અને ઇન્દ્રની આ વાર્તા આપણને બોધપાઠ આપે છે કે સારા લોકો જે પણ કામ કરે છે, તેઓ સમાજની, પ્રકૃતિ અને પોતાના સ્વાધ્યાય માટે કરે છે. સારા લોકોના કામ ઉપર કે તેમની ભક્તિ ઉપર શંકા કરવી જોઇએ નહીં. સત્તામાં બેઠેલા લોકોને પણ સ્વાધ્યાય અને સારા કાર્યો કરનાર વ્યક્તિઓની મદદ કરવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો