આજનો જીવનમંત્ર:કામની પ્રાથમિકતા અને સમયની યોગ્ય ઉપયોગિતાનું સંતુલન જાળવી રાખવું જોઈએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- મહાત્મા ગાંધી અને કાકા કાલેલકર દક્ષિણ ભારતની યાત્રાએ હતાં. ત્યાં ગાંધીજીની અનેક બેઠકો હતી, તેમનું કામ વધતું જઈ રહ્યું હતું. આ દરમિયાન તેમને યાદ આવ્યું કે છેલ્લે જ્યારે તેઓ અહીં આવ્યાં હતાં ત્યારે કન્યાકુમારી પણ ગયાં હતાં. કન્યાકુમારીના પ્રાકૃતિક વાતાવરણથી ગાંધીજી એટલાં પ્રભાવિત થયા હતાં કે તેઓ ફરી અહીં આવવા ઇચ્છતાં હતાં.

ગાંધીજી ઇચ્છતાં હતાં કે કાકા કાલેલકર પણ કન્યાકુમારી જોવે. એટલે તેમણે પોતાના એક વિશ્વસનીય વ્યક્તિને કહ્યું, એક ગાડીની વ્યવસ્થા કરો અને કાકા કાલેલકરને કન્યાકુમારી ફરવા લઈ જાવ.

ગાડીની વ્યવસ્થા થવામાં મોડું થઈ ગયું. ગાંધીજીએ જોયું કે કાકા હજું ગયા નથી ત્યારે તેમણે પૂછ્યું, શું હજું તમારા માટે ગાડીની વ્યવસ્થા થઈ શકી નથી?

કાકા કાલેલકરે કહ્યું, વ્યવસ્થા તો થઈ જશે, પરંતુ મને એવું લાગ્યું કે તમે પણ સાથે આવશો. તમારે કામ વધારે હોવાના કારણે મોડું થઈ રહ્યું છે.

ગાંધીજીએ કહ્યું, કાકા જવાનું તો તમારે એકલાં જ છે, હું આવી શકીશ નહીં.

કાકાએ કહ્યું, અહીં સુધી આવ્યા છો તો, તમે સાથે આવોને.

ગાંધીજીએ કહ્યું, આ સમયે મારે સ્વતંત્રતા આંદોલન માટે અનેક બેઠકો કરવાની છે. કલાકો તો દૂરની વાત છે મારી માટે એક-એક ક્ષણ કિંમતી છે. એકવાર હું તે પ્રકૃતિનો આનંદ લઈ ચૂક્યો છું. ફરી માત્ર આનંદ લેવા માટે હું દેશવાસીઓનો જે મહત્ત્વપૂર્ણ સમય છે, જે હું તેમના માટે જ અર્પણ કરી ચૂક્યો છું, તેમાંથી સમય કાઢી શકું નહીં. એટલે તમે ત્યાં જઈ આવો. કેમ કે તમે પહેલીવાર જઈ રહ્યા છો અને હું સમયનો સદુપયોગ કરીશ.

બોધપાઠ- આપણે કામની પ્રાથમિકતા અને સમયના યોગ્ય ઉપયોગમાં સંતુલન જાળવી રાખવું જોઈએ. સમય સીમિત હોય તો પહેલાં તે કામ કરવું જોઈએ, જે મહત્ત્વપૂર્ણ છે. માત્ર વ્યક્તિગત રસ, પ્રકૃતિનો આનંદ અને મોજ-મસ્તીમાં સમય ખરાબ કરવો જોઈએ નહીં.