એક વ્યક્તિ, એક શબ્દ અને એક ઘટના કોઈપણ વ્યક્તિનું સંપૂર્ણ જીવન બદલી શકે છે. હિંદુ સંસ્કૃતિમાં પુનર્જન્મને માન્યતા આપવામાં આવી છે. માન્યતા છે કે ગયા જન્મના થોડાં સંસ્કાર જ્યારે આ જન્મ સુધી આવે છે તો પોતાનો પ્રભાવ ચોક્કસ બતાવે છે. આ વાત મહર્ષિ રમણના જીવનથી સમજી શકાય છે.
સુંદર અય્યર વેંકટરમન મુદરા (મદુરાઈ)માં વકીલ હતાં. જાતિથી તેઓ બ્રાહ્મણ હતાં. તેમની પત્ની અવગમ્માલ એક ધાર્મિક મહિલા હતી. તેઓ બંને પોતાના બાળકને સારા સંસ્કાર આપવા માટે ધર્મ-કર્મની વાતો જણાવતાં હતાં, કથાઓ સંભળાવતાં હતાં.
એક દિવસ તેમને ત્યાં એક મહાત્મા આવ્યાં. વેંકટરમન અને અવગમ્માલના નાના દીકરાએ મહાત્માને પૂછ્યું, તમે ક્યાંથી આવી રહ્યા છો?
મહાત્માજીએ કહ્યું, અમે અરૂણાચલ પ્રદેશથી આવી રહ્યા છે.
અરૂણાચલ શબ્દ સાંભળતાં જ તે બાળક એક ક્ષણ માટે અટકી ગયો. માતા-પિતાએ પણ જોયું અને વિચાર્યું કે બાળકે આવી પ્રતિક્રિયા પહેલાં ક્યારેય આપી નથી.
અરૂણાચલ શબ્દ લગભગ તે બાળકના ભૂતકાળ સાથે જોડાયેલો હતો. આ ઘટના પછી તે નાનો બાળક બદલાઇ ગયો હતો. બાળકનો રસ ધાર્મિક કથાઓમાં, ધર્મને જાણવામાં વધવા લાગી હતી. ભવિષ્યમાં જઇને આ બાળક મહર્ષિ રમણના નામથી પ્રસિદ્ધ થયો.
મહર્ષિ રમણે ઉપનિષદોમાં ઋષિ-મુનીઓએ આત્માની જે કલ્પના કરી હતી, તેને ખૂબ જ વિસ્તારથી આ દુનિયાને સમજાવ્યું. મહર્ષિ રમણ મોટાભાગે કહેતાં હતા કે તે એક શબ્દએ મને એવી સ્થિતિ સાથે જોડી દીધો, જ્યાં મારું ભવિષ્ય છુપાયેલું હતું. પછી મહર્ષિ રમણ ખૂબ જ મોટા સંત અને ફિલોસોફર બની ગયાં હતાં.
બોધપાઠ- આપણાં બાળકો જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ સાથે, કોઈ સ્થિતિથી અથવા કોઈ સ્થાન સાથે જોડાય છે અને તેમની સ્થિતિ થોડી અસહજ થઈ જાય ત્યારે આપણે સાવધાની સાથે બાળકો ઉપર અને પરિસ્થિતિઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. જો પરિસ્થિતિઓ બાળકો માટે લાભકારી છે તો બાળકને તે વ્યક્તિ અને તે જગ્યા સાથે જોડવાં જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.